વિદેશી વાયરો અને દેશી કસ્ટમર

આધુનિક સમય, બદલાતા સંજોગો, બદલાતા પ્રવાહ, બદલાતી દુનિયા, બદલાતા આપણે અને બદલાતો કસ્ટમર ચેન્જના વંટોળમાં આધુનિક દેશી સપડાઈ ગયો છે. એક દસકામાં તો જાણે આખું આયખું બદલાઈ ગયું! સદીઓ જૂની પરંપરા તૂટી રહી છે. નજર કરો ત્યાં ‘રિવૉલ્યુશન’ જ છે – સોશ્યલ, કલ્ચરલ, ઈકોનોમિક અને પર્સનલ તો ખરું જ! (અર્વાચિન લાઈફસ્ટાઈલ અને પ્રાચીન લાઈફવેલ્યુ, આજનો દેશી ભીંસાય છે.) શોખ બદલાયા છે પણ સ્વાદ બદલાતો નથી.

વિચારો બદલાઈ રહ્યા છે પણ આદતો છૂટતી નથી. ક્ષિતિજે આથમતા સૂર્ય અને વાદળમાંથી નીકળતા ચાંદ વચ્ચે આજના સંયુક્ત કુટુંબમાં રહેતાં મિડલ-એજ ફેમિલીને બપોરે તારા દેખાય છે. સંયુક્ત કુટુંબ ન્યુકિલઅર ફેમિલી કલ્ચર તરફ જઈ રહ્યું છે. ‘હમ દો, હમારે દો’નું કલ્ચર ‘ ‘ડિન્ક્સ’ (ડબલ ઈન્કમ-નો-કિડસ) તરફ શિફટ થઈ રહ્યું છે. ‘આજે રોકડા કાલે ઉધાર’નું બિઝનેસ કલ્ચર ‘બાય નાવ-પે લેટર’માં પરિવર્તિત થઈ રહ્યું છે.

આજનો દેશી વેશ અને પહેરવેશ બદલી વિદેશી થઈ રહ્યો છે. સાડીમાંથી સ્કર્ટ અને સ્કર્ટમાંથી મિની! ફ્રેશ-ફૂડ છોડી ફાસ્ટ અને ફ્રોઝન ફૂડ! રજા માણવા દેશને બદલે વિદેશ ! બ્રેકફાસ્ટમાં ખાખરાને બદલે સિરિયલ, નાસ્તામાં પાઉવડાને બદલે બર્ગર અને ડિનરમાં ઉત્તપા અને પિન્ના ચાખતો થઈ ગયો છે. માર્કેટિંગ મેજીકે કસ્ટમરને વિદેશી પ્રોડકટ્સ પ્રત્યે મેનિયા અને વિદેશી સર્વિસીસનો મહિમા લગાડયો છે.

એ. ટી. એમ. સર્વિસ – ‘એની ટાઈમ મની’ ઈમરજન્સીમાં કામ લાગે. આપણી આવતી સામાજિક વ્યવસ્થા, સ્વજનો કે પાડોશી પાસે ઈમરજન્સીમાં સહેલાઈથી મનીની મદદ મેળવી રહે છે. આપણે વળી એ.ટી.એમ.નું શું કામ? વિદેશમાં રહેતા પુત્ર/પુત્રી ફાધર્સ ડે અને મધર્સ ડેના કાર્ડસ મોકલી જવાબદારી પૂર્ણ કરે છે. આપણે અનુકરણ કર્યું અને કાર્ડ મોકલાવતા થઈ ગયા. (ભાઈ-બહેનનો પવિત્ર દિવસ અને રાખડી, હવે ફ્રેન્ડશિપ ડે અને ફ્રેન્ડશિપ બૅન્ડ, બળેવના તહેવારને પાછળ મૂકી દીધો છે.) દિવાળી કરતાં પણ ક્રિસમસ વધુ સેલિબ્રેટ થઈ રહી છે. આપણા દેશમાં દૂધ સસ્તું અને કોલા મોઘું, પાણી મફત છે. દૂધ છોડી કોલા પીતા થઈ ગયા છે અને હવે પાણીને બદલે કોલાનું માર્કેટિંગ થઈ રહ્યું છે. ટ્રેનમાં મટકીમાં પાણી વેચતી પાણીવાળી બાઈ હવે મિનરલ બોટલ્સનું ટ્રેડિંગ કરે છે.

દૂધવાળો ભૈયો આઈસ્ક્રીમ પાર્લર ચલાવે છે. પાઉભાજી તો રસ્તાની જ પણ, હવે પેપર ડીશ, પેપર નેપકિન્સ અને બોટલમાં વૉટર સુગરલેસ ટી અને ઈવનિંગ વૉક હવે પાર્ટીટોક થઈ ગયા છે રજા હોય કે રવિવાર, ઘરે ખાવામાં સ્વિ તો જોઈએ જ – ડબલ સ્ટાન્ડર્ડ! હેલ્થકલબનો મોહ, બટર ઢોસા અને ચીઝાપાઉભાજીનો મોહ. છે ને ડબલ સ્ટાન્ડર્ડ! ત્રણ કે ચાર ડોરવાળું રેફ્રિજરેટર વસાવીને ફ્રોસ્ટ કરીએ છીએ ફેશ ફૂટ અને વેજીટેબલ. માર્કેટ બાજુમાં જ છે, જરૂર નથી છતાં લીધું કારણકે સોશિયલ સ્ટેટસ છે.

આજની યુવા પેઢી ટીચરો પાસે લીધેલું શિક્ષણ અને ટી.વી. પર જોયેલું કલ્ચરલ એક્ઝિબિશન – ગૂંચવાય છે. મંગળવારની રાત્રે કેટલાક મંદિરોમાં યુવક-યુવતીઓ લડ્ઝયુરિયસ ટુ-વ્હીલર્સ અને કારમાં વિદેશી સ્ટાઈલના ડ્રેસ પહેરીને આવે છે. વર્લ્ડ ફેમસ બ્રાન્ડના સૂઝ ઉતારીને ઉઘાડા પગે મંદિરમાં દર્શનાર્થે જાય છે. બહાર આવી, બાઈકને કીક મારી જેટની સ્પીડે વિક ડેઈઝ ડિસ્કોથેકમાં ઝૂમવા લાગે છે. કોપરાનો પ્રસાદ અને કોકટેલનો સ્વાદ આજની યુવા પેઢી કન્ફયુઝડ છે.

એમનું વર્તન વડીલોને કન્ફયુઝડ કરે છે. આવું અને બીજું ઘણું બધું છેલ્લા દસ વર્ષમાં બદલાતું રહ્યું માર્કેટિંગ છે. વિદેશી અને દેશી પ્રોડકટ્સની માર્કેટિંગની વૉરમાં બિઝનેસમેન અને વેપારી સદીઓની સફળતા વિસરીને સરવાઈવલની શોધ કરતા થઈ ગયા છે. તંદુરસ્ત બિઝનેસ વિદેશી કંપનીઓના વાયરસથી નાદુરસ્ત થઈ ગયો છે. કસ્ટમર તરીકે ઘણું વાળ્યું, હવે બિઝનેસમેન તરીકે ઘણું ભોગવે છે. સસ્તુ લાગે છે, સારું અને સુંદર માગે છે, ઉત્તમ વૉલિટી માગે છે, ઉધાર માગે છે. ફી ડિલિવરી માગે છે, ફી ગિફટ તો ખરી જ. મહિનાઓની ગેરેંટી/વોરંટી છોડી વર્ષોની માગતો થઈ ગયો છે.

સર્વિસિસ તો જોઈએ જ – સેલ કરવું હોય તો પહેલા આવો અને મળી જાવ અને સેલ કર્યા પછી ‘જાગતે રહો’! વિદેશી કંપનીઓ આપણા દેશની એક હજાર મિલિયન પ્રજાને માર્કેટ સમજી રહ્યા છે. આમાંથી ફક્ત ૨૪૦ મિલીયન મધ્યમ વર્ગ છે.

જેની પાસે ખરીદશક્તિ છે એમ કહી શકાય, પણ આંકડાની દૃષ્ટિએ દેશનો મધ્યમ વર્ગ આખા અમેરિકાની વસતિ જેટલો છે. ગણિતની દૃષ્ટિએ સરળ છે, પ્રોફિટેબલ છે, પણ આ મધ્યમ વર્ગને શોધવો ક્યાં? એમાં ગૂંચવાઈ ગયા છે – શહેરોમાં, ખેતરોમાં, સુગર કારખાનાઓમાં, કૉપોરેટ વર્લ્ડમાં, મેટ્રોમાં કે ગામડામાં? આ દેશી કસ્ટમરને શું જોઈએ છે અને શું એની જરૂર છે? શું ગમે છે એ અલગ વાત છે. ગમતાને ખરીદતા કરી દે, ખરીદતાને વારંવાર ખરીદતા કરે એવું છે માર્કેટિંગનું મેજીકા વિદેશમાં પણ આપણા દેશીઓએ પોતાના ટેસ્ટ, આદત અને કલ્ચર વડે એક અલગ ઈમેજ ઊભી કરી છે. હવે વારો છે વિદેશી વાયરો અને દેશી કટરમરનો.

Leave a Comment