મોલ મેનિયા અને મેટ્રો કસ્ટમર

મુંબઈ મેટ્રો, વર્ષોથી ચાલ્યું આવતું ટાઉન પ્લાનિંગ (?) કે પછી આજનું મોડર્ન ટાઉનશિપ – દૂરના સબર્બમાં – પ્લાનર, ડેવલપર અને બીલ્ડર દરેક વ્યવસાયિકે દરેક સમયમાં એક વાતનો ખ્યાલ જરૂર રાખ્યાં છે માર્કેટ નજીક હોવી જોઈએ. મુંબઈ શહેરમાં ઘરની નીચે, ગલીમાં, સામેની ફૂટપાથ પર કે બસ અને ટોથી પહોંચી જવાય એટલે પાસે દુકાન, સ્ટોર, શોપ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને સુપર માર્કેટ પથરાયેલા છે. શૉપિંગ એક સોશિયલાઈઝિંગ એકિટવિટી . ત્રણસો પાસઠ દિવસોમાંથી લગભગ ત્રણસોથી વધુ દિવસોમાં કોઈ પણ તકલીફ વગર, સવાર-સાંજ ખરીદવા નીકળી શકો છો.

પરદેશમાં વસતા ફેમિલી અને ફેસની માફક માત્ર વીક એન્ડમાં જે ખરીદવા જઈ શકાય, ખરાબ હવામાન, રેન અને નો, શૉપિંગની મજા ઝૂટવી લે છે અને ક્યારેક ખરીદવા જવાનો ત્રાસ કરે છે! મોલ છે, મોલ્સ છે પણ મોલનું મંજિક ત્યાં નથી. પરદેશ જઈ આવેલા દરેક પ્રવાસીને મોલનું મૅજિક છે. મેટ્રો મુંબઈનો મોડર્ન કસ્ટમર મોલનો આનંદ માણી ચૂક્યો છે. વીક-ડેઝ કે વીક એન્ડ નવા અને જાણીતા મોલમાં, હાઉસવાઈફ અને ફેમિલી, વર્કિંગ અને રિટાયર્ડ નંબર અને ફેસ, કસ્ટમર્સ આજકાલ મોલમાં લટાર મારતો થઈ ગયો છે. એક મોલથી બીજા મોલમાં દોડે છે. મલાડમાં રહેતો કસ્ટમર મુલુન્ડમાં અને સાઉથ મુંબઈમાંથી છેક નવી મુંબઈના મોલ્સમાં મેટ્રો કસ્ટમર પહોંચી જાય છે.

મુંબઈની બહારથી આવતો કસ્ટમર પણ સગાંઓ સાથે મોલનું સાઈટસીઈંગ કરવાનું ચૂકતો નથી. મોલની મજા અનેરી છે. ઍરકન્શિન, લોડ, ઈલ્યુમિનેટેડ, શૉપર્સ ફ્રેન્ડલી ગૅન્ગવે, વેરાઈટી રેસ્ટોરન્ટ્સ અને ક્યારેક મલ્ટિપ્લેક્સ આધુનિક કસ્ટમરને મોલ, મેગ્નેટની માફક ખેંચી લાવે છે. હજારો ‘ફૂટ પ્રિન્ટ્સ’ કૅશ રજિસ્ટરને રણકાવી શકે છે? મોલમાં કસ્ટમર નવા પ્રોડફટસ જુએ છે, માત્ર ટી.વી. પર કે ન્યૂઝપેપરમાં જોયેલી બ્રાસ, પ્રત્યક્ષ નવા પ્રોડક્ટને જુએ છે, ડેમોસ્ટ્રેશન જુએ છે, સહપ્રવાસીની કૉમેન્ટ્સ સાંભળે છે, પ્રાઈસ વિશે પૂછે છે અને કોઈ સ્કિમ વિશે સમજવાનો પ્રયત્ન કરે છે, પણ ખરીદે છે? કેટલા ખરીદે છે? કેટલું ખરીદે છે?

સાડી અને સોનું, પ્રાચીન કે અર્વાચીન સ્ત્રી જોવાનું ચૂકતી નથી. મોલમાં કોઈ પણ રોકટોક વિના, ખરીદવાના કોઈ પણ ઈરાદા વગર સ્ટોર્સમાં જઈને સેલ્સમેન (કે સેલગર્લ) જોડે આંખ મિલાવ્યા વગર નજીકથી કે વિન્ડોશૉપિંગ કરીને, બ્રાન્ડની નજીક આવી શકાય છે, કોઈક સારા દિવસે કે પ્રસંગે લઈશું એવું વિચારીને કસ્ટમર આગળ વધે છે, પછી બીજા પ્રોડક્ટસ કે કોઈ એક પ્રકારના પ્રોડક્ટની બીજી બ્રાન્ડ જુએ છે, બધું યાદ રાખવાની કોશિશ કરે છે, બધું ખરીદવાનો નિર્ણય કરે છે, પણ આજે કદાચ ખરીદતો નથી.

આજે મોલ સ્ટોર્સ માલિકને અને માર્કેટિંગ કરનારાઓને ઘણા કયુમર્સ મળ્યાં પણ કેટલાં કસ્ટમર બન્યા? ફૂટ પ્રિન્ટ્સ અને પ્રિન્ટેડ નોટ્સનું સમીકરણ માંડો આજે મોલ માર્કેટિંગનું પ્રથમ જનરેશન છે લગભગ મોટા ભાગના મોલ માર્કેટ માટે. થોડાંક વર્ષો પહેલાં મુંબઈમાં જ્યારે ‘મોલનામનો શબ્દ કસ્ટમરને સંભળાયો અને નવા-નવા, અવનવા મોલને જોવા કીડીની માફક, કીકીયારો કરતા કહ્યુમર્સ અને કસ્ટમર્સ ટોળામાં ઉમટી પડ્યા હતાં. ટ્રાફિક જામ રસ્તા પર અને ટ્રાફિક જામ મોલના દરેક ફલોર પર ફૂટ પ્રિનું તો રેશનિંગ કરવું પડયું હતું – ક્રેડિટ કાર્ડ, મોબાઈલ વગેરે સ્ટેટસ કિલથી!

અને આજે કદાચ ફૂટ પ્રિન્ટ્સ મેળવવા માટે ‘આવો પધારો’ની સ્ટ્રેટેજી શોધી રહ્યા છે. કેટલાં રહ્યાં છે, જૂના સ્ટોર્સ? ક્યાં ગયા એ બધાં? કેમ ગયા? ક્યાં ગયું મોલ મૅજિક? હવે વિચારો, વર્ષોથી તમે જ્યાં રહો છો, તમારા પિતા અને દાદા રહેતા હતા ત્યારથી જાણીતો બાજુનો સ્ટોર’ હજુ છે જ, બીજી ઘણી બધી દુકાનો, શૉપ અને દસ વર્ષ પહેલાં ચાલુ થયેલું એ જમાનાનું કહેવાતું સુપર માર્કેટ (ભલે આજે માઈક્રો માર્કેટ કહેવાય) બધું બિઝનેસની દ્રષ્ટિએ તંદુરસ્ત છે અને ગ્રોથ કરે છે.

સાઈન બોર્ડ હજુ એ જ છે, કસ્ટમર પણ હજુ એ જ છે, પ્રોડકટ બ્રાન્ડ, પ્રાઈસ બધું બદલાયું છે પણ, કસ્ટમર સર્વિસ અને પર્સનલ ટચ એ જ જૂનો અને જાણીતો! કસ્ટમરને એ જ જોઈએ છે – જ્યારે ખરીદવું છે ત્યારે જ ત્યાં જાય છે, લટાર મારવા જતો નથી, ત્યાં કોઈ મૅજિક નથી, સગવડતા છે.

શૉપિંગ અને બાઈંગ; કન્ઝયુમર અને કસ્ટમર બને અલગ છે. મોલમાં કસ્ટમર શું ખરીદે છે? પ્લાસ્ટિકની અને પેપર્સની બૅગ્સ લઈને થાકેલો કસ્ટમર બહાર આવે છે – શું લઈને? શાકભાજી, કોલાની બૉટલ્સ, અનાજ-દાણા, મરી-મસાલા, પેકર્ડ ફૂટ્સ કે પછી ડિઝાઈનર ડ્રેસિસ, ક્રોકરી, શૂઝ, ગોલ્ડ જવેલરી, મોંઘી સાડીઓ, ફર્નિચર, ફર્નિશિઝ…? રેડીમેડ કપડાં કે કપડાં ધોવાનો સાબુ? કૅશ આપીને, ઊંચકીને કાર સુધી કેટલા છે આવા નસીબવાળા), સ્ટેશન સુધી કે બસસ્ટોપ સુધી, ચાલીને એને વળી પાછા ચાલીને કે ઑટોમાં હરકાતાં, મલકાતાં શૉપિંગ કર્યાનો આનંદ માણતા ઘરે પહોંચે છે – વેસ્ટર્ન સબર્બથી સેન્ટ્રલ સબર્બમાં અને સબર્બમાંથી સાઉથ મુંબઈમાં, ડીઝલ કે પેટ્રોલનો અલગ ખર્ચે કરીને કસ્ટમર મોલ મૅજિક માણે છે.

જરૂરથી મોલનો નેબર મોલમાં જશે પણ આપણે દૂર રહેતાં (મેટ્રો મુંબઈમાં બધું દૂર જ છે) કેટલાં સ્નેહીઓને ત્યાં વર્ષમાં કેટલી વાર જઈએ છે? ખરીદવું એક સાહજીક ક્રિયા છે. ત્યારે જ ખરીદવું મૅનેજમેન્ટની સકસેસફૂલ કોર્મ્યુલા .  નજીકનો સ્ટોર ટેલિફોનની સુવિધાથી ઑર્ડર સ્વીકારીને મિનિટોમાં ઉધાર આપીને ડિલિવરી કરતો હોય, જાણીતો હોય, પ્રોડકટ પણ જાણીતી હોય, ભાવમાં ખાસ કોઈ ફરક ન હોય તો શા માટે દૂર જઈને, ઊંચકીને, કૅશ આપીને ભરી રાખવું? દરરોજ સવારે ફ્રેશ વેજિટેબલ્સ લાવીને ખાવા કે પછી ફોરેનમાં સેટલ થયેલી સિસ્ટર કે સિસ્ટર-ઈન-લોનું જોઈને કે સાંભળીને વીકલી વેજિટેબલનો કોરા સ્ટોર કરી રાખવો?

કદાચ ભાવમાં સસ્તું પણ…. સાંજના સહેલી જોડે લટાર મારવાં એક સાડી લેવા નજીકમાં આવેલી ત્રણ-ચાર જાણીતી સાડીની દુકાનોમાં જવાનું પસંદ કરશો કે પછી મૅજિકના મેગ્નેટમાં ત્રણ-ચાર સાડી જોઈને એકાદ સાડી લેવાનું કોઈ એકાદ સ્ટોરમાંથી પસંદ કરશો?

ક્યાં શૉપિંગ કરો છો અને ક્યાંથી ખરીદી કરો છો? કસ્ટમર તરીકે વિચારો? શું સ્ટોર્સમાંથી શૉપર્સ ગાયબ થઈ જશે અને શું મોલમાંથી જ બધું ખરીદવા લાગશે? નવું જનરેશન, વર્કિંગ વુમન, બિઝી બિઝનેસમૅન, પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ શું સમયના અભાવે મોલને માર્કેટ બનાવી દેશે? શું મોલમાં શૉપર્સ અને બાયર્સ વચ્ચેનો ભેદ ભુલાઈ જશે? મોડર્ન ડે માર્કેટિંગની સ્ટ્રેટેજીથી મોલ શૉપર્સ પેરેડાઈઝ અને બિઝનેસ માટે સ્વર્ગ બની શકશે? મોલ માર્કેટિંગનું બીજું જનરેશન કદાચ જવાબ આપી શકે. બાકી આજે તો મોલ, મૅજિક અને મેનિયા સિવાય વિશેષ નથી.

Leave a Comment