માર્કેટિંગ અને ફેસ્ટિવલ

ભારત તહેવારોનો દેશ છે. પચરંગ પ્રજા અને સરેરાશ પચાસ તહેવાર – વર્ષ આખું વેરાયટી અને સેલિબ્રેશન, તહેવાર કોટુંબિક, સામાજિક, રિજનલ અને નેશનલ હોય છે. તહેવારને ઉજવવો, માણવો અને સ્વથી સગાઓનું સ્નેહ-મિલન હોય છે. શુભેચ્છાથી લઈને સુરક્ષાનો કૉલ તહેવારો આપે છે. ભાઈ-બહેન વચ્ચેના પ્રેમથી લઈને સ્ત્રી-પુરુષ વચ્ચેની મૈત્રીનો ઉજવણી તહેવારમાં થાય છે. ભારતીય સંસ્કૃતિના તહેવારોથી લઈને વિદેશના તહેવારો આપણે સાહજિકતાથી ઉજવતા થઈ ગયા છે.

આપણો રક્ષાબંધનનો તહેવાર નિસ્વાર્થ પ્રેમ અને નિકટતા લાવે છે. વેલેન્ટાઈન-ડેમાં આખરે તો ઈન્દ્રિયોના ઉન્માદથી વિશેષ કંઈ નથી! નિકટતા વધારી દેવાનો એક અલગ દૃષ્ટિકોણ છે. મિત્રોને આપણે ત્યાં સોનાની ખાણ કહેવામાં આવે છે. સાચા મિત્રો જોડે અગંત અને કૌટુંબિક નિકટતા હોય જ છે. ફ્રેન્ડશિપ-ડે અને ફ્રેન્ડશિપ બેન્ડની ઉજવણી પાછળ આજની મોડર્ન સોસાયટી ઘેલી થઈ ગઈ છે. સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા મા-બાપને દરરોજ એક સ્મિત અને પ્રણામ, પરસ્પરની નિકટતા વધારે છે.

મધર્સ-ડે અને ફાધર્સ-ડે વર્ષમાં એક જ વાર આવે છે અને એની ઉજવણી પાછળ આજનો યુવા વર્ગ વેવલો થઈ જાય છે. આપણા તહેવારોને જૂનવાણી માનસના કહીને મોડર્ન-ડેની બ્રોડમાઈન્ડેડ પેઢી એ જ પ્રકારના તહેવારોની ઉજવણી, સંસ્કૃતિની જગાએ ભૌતિકવાદી બની કરે છે. આજે તહેવારો/ફેસ્ટિવલની ઉજવણી | સેલિબ્રેશનનું ટ્રાન્સફોર્મેશન એકમાત્ર ગેટવે છે. રૂરલ માર્કેટિંગ તહેવારોના દિવસે ભરાતા મેળાઓમાં માર્કેટિંગ અને ફેસ્ટિવલ થઈ રહ્યું છે – થેન્કસ ટુ માર્કેટિંગ સ્પોન્સર્ડ મટકીઓ, સ્પોન્સર્ડ આતશબાજી આધુનિક તહેવારની અજાયબીઓ છે. તહેવાર એટલે ભેગા થવું. સાર્વજનિક તહેવાર હજારો અને લાખો લોકો – એક ઉપલબ્ધ માર્કેટ પ્લેસી બેનરો, લાઉડસ્પીકરમાંથી વહેતા મેસેજો.

મંડપ ડેકોરેશન, કંબલ પ્રસારણ, વસ્ત્રો અને વસ્તુઓ ધારો ત્યાં મારી દો તમારા બ્રાન્ડની મહોરા હાલતા-ચાલતા હોર્ડિંગ્સ અને પરાણે કાનમાં પેનીટ્રેટ થતા માર્કેટિંગ અને ઍવર્ટાઈઝિંગના મેસેજીસ. દિલો ભેગાં થાય ત્યારે દિમાગોને ઘેરી વળે. તહેવારોની ઉજવણી – ખાસ કરીને જાહેર સાર્વજનિક તહેવારો એનું કદ અને સ્કોપ આજનું માર્કેટિંગ વધારે અને વિસ્તાર છે. પ્રસંગને પ્રચાર કરવામાં બ્રાન્ડ ઍવર્ટાઈઝર્સ કેટલિસ્ટનું કામ કરે છે. શહેરોથી લઈને ગામમાં, લિટેસ્ટોથી અજ્ઞાન પ્રજા સુધી દશ્ય (પિચર) અને શ્રાવ્ય (ઓડિબલ મેસેજ)થી પહોંચવાનો તહેવાર માનવમેદનીને આકર્ષવામાં કશું બાકી રાખતા નથી. ફ્રી સેમ્પલથી ફી ડેમોસ્ટ્રેશન અપાય છે. બ્રાન્ડને ટાર્ગેટ ઓડિયન્સ જોડે તહેવારોથી એસોસિયેટ કરાય છે.

દિલને એ તહેવાર અને યોગ્ય રીતે એ તહેવાર જોડે સુસંગત બ્રાન્ડ લિન્ક કરાય છે, જે લાખો કસ્ટમરના દિમાગમાં છવાઈ જાય છે. નવી માર્કેટ અને નવા કસ્ટમર ઈવેન્ટ માર્કેટિંગ, મોડર્ન-ડે-માર્કેટિંગની એક નવી સ્ટ્રેટેજી છે.

કાર્ડ મોકલો ગિફ્ટ મોકલો, ઈ-મેલ મોકલો, એસ.એમ.એસ. કરો. માર્કેટિંગના અવનવા ટુલ્સ કસ્ટમરને ઉપલબ્ધ છે. કંપનીઓ કાર્ડનું માર્કેટિંગ હવે માત્ર દિવાળીકે નવા વર્ષ સુધી સીમિત રાખતી નથી, પણ ફાધર્સ-ડે, મધર્સ-ડે, ટીચર્સ-ડે, ફ્રેન્ડશિપ-ડે, વેલેન્ટાઈન-ડે, ડૉકટર્સ-ડે… મહિનામાં કેટલા દિવસો અને કેટલા સ્પેશિયલ ડેઝી કાર્ડ બનાવતી કેટલી બ્રાસ આજે છે. ગિફટ દિવાળી કે બર્થ-ડે પર જ અપાતી નથી, પણ કૉપોરેટ જગતમાં સેલિબ્રેશન – વર્કર્સથી લઈને વી.આઈ.પી સુધીની સસ્તીથી લઈને મોંઘી ગિફટ આપીને વાર-તહેવારે કરવામાં આવે છે.

ગિફટ અને નોવેલ્ટી પ્રોડકટ્સ બનાવતી કંપનીઓ આખું વર્ષ માર્કેટ કરતી રહે છે. ફેસ્ટિવલ ઑફર માત્ર ફેસ્ટિવલમાં જ થતી નથી, પણ ફેસ્ટિવલ ઑફરના નામે ગમે ત્યારે સેલ કરી શકાય છે. રિટેલ આઉટલેટ્સ શણગારાય છે. લાઈટ અને તોરણોથી, મીડિયામાં ધૂમ ખર્ચો કરીને કસ્ટમરને મહેમાનની જેમ ખરીદવા બોલાવાય છે. ઈનશૉપ-પ્રમોશન એક બ્રાન્ડ એક્સપિરિયન્સ કરાવે છે. નવા કસ્ટમર, અવનવી ઑફરો, જૂનું અને જાણીતું, બધું જ અપાવે છે. કસ્ટમરની ખરીદશક્તિ પર પ્રહાર કરવામાં આવે છે. યોગ્ય કે અયોગ્ય સ્ટ્રેટેજીથી પ્રોડકટને પ્રસંગ જોડે સાંકળી લેવામાં આવે છે.

વેપારી જાણે સ્નેહી હોય તેમ તમારા તહેવારોની ઉજવણીમાં રંગ લાવે છે. ફેસ્ટિવલ ઑફરથી કૅશ ન હોય તો ક્રેડિટ કાર્ડ પણ ચાલે, હમણાં લઈ જાવ અને ઉજવો તહેવારો – ‘પે લેટર, પણ બાય નાઉ!’ તહેવારોમાં સારા દેખાવાથી, સારું ખાવા-પીવા અને સારી જગાએ હરવાફરવા જોઈએ છે. બ્યુટી પાર્લરથી માંડીને, સ્વીટ અને ફરસાણ શોપ્સ, રેસ્ટોરેન્ટથી લઈને ફાઈવસ્ટાર હોટેલની ડિનર ઑફરો, સ્પેશિયલ દિવાળી કે ક્રિસમસ નાઈટ, હૉલિ-ડે ઓફરથી લઈને ઓવરસીસ હૉલિડેસ ડિસ્કાઉન્ટ ઑફરો સાથે માર્કેટ થાય છે. પ્રોડકટ હોય કે સર્વિસ, લિસ્ટેડ પ્રાઈસ હોય કે પછી ઈન્ડીવિજલ પ્રાઈઝિંગ ડિસ્કાઉન્ટ તો અપાય જ! ડિસ્કાઉન્ટ અને સિકમ, સેલ અને પ્રોફિટ આજે તહેવારોની પ્રતીક્ષા કરી રહ્યા છે.

એકાદ નાનો પ્રસંગ અને માર્કેટિંગનો મોકો, મોડર્ન-ડે-માર્કેટિંગની આ છે બલિહારી!! સૌ ઉજવો તહેવારો, સેલ કરો બસ સેલ કરો – સૌને ઉજવતા કરી દે એવું આ છે ફેસ્ટિવલનું માર્કેટિંગ.

Leave a Comment