માર્કેટિંગની ગેમ

નેતા-થી અભિનેતા, સેવા-થી સંસ્થા, પર્સન-થી પ્રોફેશનલ જો માર્કેટિંગની ગેમ રમી શકે તો ખેલ અને ખેલાડી વધુ સારી રીતે રમી ન શકે? આજે કોઈ પણ રમત બે વ્યક્તિ, બે ટીમ કે બે દેશ વચ્ચે રમાય ત્યારે એક રમત, એક ગેમ, એક સ્પર્ધા કરતાં એક પ્રોગ્રામ, પ્રસંગ અને પ્રોડક્ટ’ બની જાય છે. સ્પોન્સરશિપ વગર ખેલ કે ખેલાડી પોપ્યુલારિટી, સફળતા મેળવી શકતો નથી. ખેલાડી, પ્લેયર કે ટીમ મેમ્બર શરૂઆતમાં એક જેનરિક પ્રોડક્ટ તરીકે પ્રવેશે છે. પોતાની ખેલ શૈલી દ્વારા પ્રોડકટ ફિચર્સ’ બનાવે છે અને બનાવતો રહે છે અને બનાવતો રહે તો એ ખેલાડી પ્રોડકટ’માંથી એક બ્રાન્ડ બની જાય છે. બ્રાન્ડ ઈકિવટી, બ્રાન્ડ પરશેશન અને બ્રાન્ડ વેલ્યુ ખેલાડી મેળવે છે.

પછી એ પ્રોડક્ટની પ્રાઈસ હોતી નથી, પણ પ્રોડકટની વૅલ્યુ હોય છે. પ્રોડકટ ખરીદાય છે. શન નહિ, પણ એપ્રિશિયેશન મળે છે. મીડિયા ખેલ અને ખેલાડીનો સમન્વય કરીને માર્કેટ અને બ્રાન્ડ ઊભી કરે છે. બ્રાન્ડ લોકલ, રિજીનલ, નેશનલ અને પછી ગ્લોબલ બને છે. ખેલાડી ઈન્ટરનેશનલ કહેવાય છે. ગેમ મેદાન, સ્ટેડિયમ, હૉલ અને કોર્ટ પૂરતી મર્યાદિત રહેતી નથી. હવે મીડિયા મર્યાદિત રહેતી નથી. હવે મીડિયા ગેમને ગ્લોબલ બનાવે છે, જે પ્રત્યક્ષ પ્રેક્ષકો પૂરતી સીમિત નથી, પણ લાખો અને કરોડો પ્રેક્ષકો મીડિયાના માધ્યમથી ગેમને જાણે અને માણે છે.

પ્રોડકટનું માર્કેટ પ્લેસ હવે ફિઝિકલ માર્કેટ કે બજાર પૂરતું નથી. ઈન્ટરનેટમાં ગ્લોબલ માર્કેટિંગ થાય છે. ટેકનૉલૉજી નાના અને મધ્યમ કક્ષાના બિઝનેસને કોર્પોરેટ અને મલ્ટીનેશનલ બિઝનેસીઝ સાથે લીવરેજ કરે છે. એક લોકલ બ્રાન્ડ ગ્લોબલ બની જાય છે અને જેમ એક પ્રેક્ષક દુનિયાના કોઈ પણ ખૂણે બેસી મોડર્ન મીડિયાના મેજિકથી જાણીતી અને નવી ગેમને જુએ છે તેમ એક લોકલ બ્રાન્ડ ગ્લોબલ કસ્ટમર્સના ધ્યાનમાં આવે છે. બ્રાન્ડ ગ્લોબલ બની જાય છે, જેમ એક ખેલાડી ઈન્ટરનેશનલ બની જાય છે.

આ છે માર્કેટિગનું મૅજિક. પ્રોડકટ્વી કવૉલિટી ઉત્તમ હોવી જરૂરી છે તો જ સરવાઈવલ, ગ્રોથ, વિશાળ માર્કેટ અને લાખો કસ્ટમર્સ મેળવી શકાય છે. સારો પ્રોડકટ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી એક સફળ બ્રાન્ડ બનાવે છે. સેલ વધારે છે, ડિમાન્ડ ઊભી કરે છે, પ્રૉફિટ કમાવી આપે છે. ખેલાડીનું પણ આવું જ છે. વૅલ્યુએડિશન માટે સતત સફળ બનતા રહેવું જરૂરી છે. ચૉકલેટ કે કોલા ગમે તેટલા ઈન્ટરનેશનલ હોય, પણ ઊણપ, ભૂલ-ચૂક કે અફવા કસ્ટમરને પ્રોડકટથી દૂર કરે છે.

ખેલાડીની રમતમાં થતી મિસ્ટેક, નગ્લીજન્સ અને પરફોમસ એની બની બનાવેલી બ્રાન્ડને ડિગ્રેડ કરે છે. બ્રાન્ડ વેલ્યુ અને સેલ્ફગ્રાફ, ખેલાડી હોય કે પ્રોડક્ટ નેગેટિવ થઈ જાય છે. મીડિયા પ્રોડકટ અને ખેલાડી પ્રમોટ કરે છે, ખેલ અને માર્કેટ પ્લેસને વિસ્તારે છે. એ જ મીડિયા એક સફળ પ્રોડક્ટ કે પ્લેયરને ટીકા કે અફવાના આધારે “કીલ” કરે છે. પ્રોડક્ટ વેચાય તો કંપનીનો નફો વધે, ઈન્સેન્ટિવ અપાય, બોનસ અને બેનિફિટ બને મળે. પ્રોડક્ટ અને કંપની, ખેલાડી અને ખેલ સફળતા એકબીજા જોડે સંકળાયેલી છે. પ્રોડક્ટ કંપની કરતાં વિશેષ નથી – ગમે તેટલો સફળ હોય, એક પ્રોડક્ટથી કંપની નફો રળી ન શકે. પ્રોડકટ મિક્સ અને ટીમવર્ક, બિઝનેસ અને ગેમ બને માટે મહત્વનું છે. પ્રોડકટની લાઈફ સાઈકલ હોય છે અને પ્રોડકટ લાઈફ સાઈકલના ચાર્ટમાં, મેચ્યોરિટી ફેઝમાં કંપનીને નફો અને નામ બને અપાવે છે.

જ્યારે એક પ્રોડકટ સફળતાના શિખરે હોય ત્યારે નવા પ્રોડક્ટ ઈન્ટ્રોડ્યુસ થાય છે. જે ઈન્ટ્રોડકશન પસાર થતા હોય છે. શક્ય છે કોઈ એક જૂનો પ્રોડક્ટ લાઈફ સાઈકલની ફોલિંગ ફ્રેઝમાંથી પસાર થઈ રહ્યો હોત. જે ગઈ કાલે કંપની માટે ‘સોનાની મરઘી’ હતી. ‘દૂધ દેતી ગાય ગમે, ‘સ ક્સે સફુલ પ્રોડકટ અને સફળ ખેલાડી ડિમાન્ડમાં હોય’ નવા પ્રોડક્ટસ, ટ્રેનિંગ અને માર્ગદર્શન યોગ્ય સમયે નફો કરી આપે છે – આજે ઈનવેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. પ્રોડક્ટ પ્રમોશનમાં ને ખેલાડીની ટ્રેનિંગમાં. ક્રિકેટની રમત ક્રિકેટર આજે મીડિયા માર્કેટ કરે છે, માર્કેટિંગ કરવા મીડિયા પોતાને માર્કેટ કરે છે. મીડિયાને પણ સારા, નવા પ્રોડક્ટસની તલાશ હોય છે. પરસ્પરની સફળતાનો આધાર એકબીજા પર હોય વર્લ્ડકપ – ક્રિકેટ હોય કે ફૂટબૉલ, વિમ્બલ્ડન હોય કે ઑલિમ્પિકસ આજે માત્ર એક ગેમ રહી નથી, પણ મલ્ટીનેશનલ કંપનીઓ માટે માર્કેટિંગનું એક ઈવેન્ટ છે.

ખેલાડી માટે ગેમ એક બિઝનેસ છે, ગેમ ખેલાડીની બ્રાન્ડથી માર્કેટ થાય છે. અને મીડિયા માટે ગેમ એક બિઝનેસ છે, ગેમ ખેલાડીની બ્રાન્ડથી માર્કેટ થાય છે અને મીડિયા માટે ગેમ અને પ્લેયર બિઝનેસ ઈઝ માર્કેટિંગ. કોઈ પ્રોડકટ બનાવતી કંપની ગેમને સ્પોન્સર કરે છે તો કોઈ એક પ્લેયર કંપનીની એ પ્રોડક્ટને સ્પોન્સર કરે છે. ગેમ પણ એક પ્રોડક્ટ છે, તેમનું માર્કેટિંગ થાય છે અને ગેમ એક બિઝનેસ બની જાય છે કારણ કે માર્કેટિંગ ઈઝ ઓલસો અ બિઝનેસ, ઈફ બિઝનેસ ઈઝ માર્કેટિંગ.’

Leave a Comment