માર્કેટિંગ-કલ, આજ ઔર કલા

મેન્યુફેકચર્સ, ટ્રેડર, રિટેલર, એક્સપોર્ટર, પ્રોફેશનલ તરીકે કે એક કસ્ટમર/કન્ઝયુમર તરીકે, પ્રોડક્ટ કે સર્વિસીસ વેચતા કે ખરીદતા માર્કેટિંગના બદલાના પ્રવાહને તમે ઓળખ્યો છે. ગઈકાલે (૯૦ની શરૂઆતમાં) કસ્ટમરને ‘તમારા’ પ્રોડકટ ખરીદવામાં વધારે રસ હતો – વધારે જરૂરિયાત હતી – કદાચ પ્રોડકટને વેચવા તમારે વધારે તકલીફ લેવી નહીં પડી હોય! નવી કાર ખરીદવી હોય, નવું રેફ્રિજરેટર લેવું હોય તો કોઈ ખાસ ચોઈસ ન હતી. કારનાં બે-ત્રણ મોડલો અને રેફ્રિજરેટર બનાવતી બે-ત્રણ કંપનીઓ બસ આમાંથી જ પસંદ કરવાનું હતું. એડવાન્સમાં પૈસા આપો, જરૂર પડે તો પ્રીમિયમ આપો, ડિલિવરી માટે બે-ચાર અઠવાડિયાં કે બે-ત્રણ મહિના રાહ જુઓ. ડિલિવરી લેવા

જાઓ, પૂરા પૈસા પહેલાં આપી દો, બહુ વધારે ગેરંટી નહીં, પ્રોડક્ટ કવૉલિટીની ખાતરી નહીં, કસ્ટમર સર્વિસનો તો કોન્સેપ્ટ જ ન હતો. છતાં કસ્ટમર્સનો ધસારો હતો. કસ્ટમરને તમારા પ્રોડક્ટની ‘ગરજ’ હતી. તમે જે બનાવ્યું એ ડિઝાઈન, સાઈઝ, કલર અને એ જ ખરીદવા માટે તમારી ફેકટરી, ગોડાઉન, શો-રૂમ પર આવવું જ પડે. યાદ છે ને આ બધું અને આવું બધું અને આજે.… ‘તમે કસ્ટમરની ઘેરી વળ્યા છો. જરા ઈશારો મળતાં ફટ દઈને કસ્ટમરની ઑફિસમાં કે ઘેર પહોંચી જાઓ છો.

ઘણીવાર તો વણ આમંત્રા મહેમાનની માફક ડોરબેલ વગાડી કસ્ટમરને જગાડો છો. હજુ આજથી થોડાક વર્ષો પહેલાં પરદેશ જતાં પહેલાં ફોરેન એકસચેન્જ માટે છે માર્કેટિંગ – કલ, આજ ઔર કલ બૅન્કમાં જવું એ પ્રોસેસ કેટલી કંટાળાજનક હતી. આજે, ફક્ત એક ફોન કરો અને ફોરેન એકસચેન્જ ડિલર થોડીક જ મિનિટોમાં તમારે ત્યાં હાજર. બહુ જ સરળતા – આજે દરેકને કસ્ટમર જોઈએ છે. કસ્ટમર નક્કી કરે છે કે એને શું જોઈએ છે, ક્યારે જોઈએ છે. ક્યાં જોઈએ છે. તમારો પ્રોડકટ કે સર્વિસીસ એ રીતે જ બનાવો કે આપણે જે કસ્ટમર માગે. પ્રીમિયમથી પેલેટરની પેમેન્ટ સ્કીમ, છ મહિનાથી ચાર વર્ષની ગેરંટી, ફ્રી હોમ ડિલિવરી, ફી ગિફટ અને ફ્યુચર ડિસ્કાઉન્ટ – આ બધું અને આવું બધું કસ્ટમર માગે છે – અને તમે આપો છો. ભૂલી જાઓ, ગઈકાલે તમે કઈ રીતે બિઝનેસ કરતા હતા.

જો એ જ રીતે આજે કરશો તો પ્રોફિટ તો દૂર રહ્યો, સરવાઈવલ મુશ્કેલ છે. સફેદ કલરનાં રેફ્રિજરેટરમાંથી માત્ર બે ત્રણ સાઈઝમાંથી, આજે કેટલાં કલરવાળાં, કેટલી સાઈઝનાં અને કેટલાં ડોરવાળાં રેફ્રિજરેટર મળે છે અને કેટલાં સસ્તાં, કેટલી ઉચ્ચ ક્વૉલિટીનાં, કેટલી વેરાયટીમાં – તમે આ બધું આજે બનાવો છો – છૂટકો નથી, તમે નહીં આપો તો પ્રતિસ્પર્ધીઓ તો છે જ – તમારા કસ્ટમરને પોતાના બનાવવા ખડેપગે તૈયાર! આજે કોઈ લોયલ કસ્ટમર નથી. નવું અને સસ્તુ મળે તો બ્રાન્ડ બદલવા તૈયાર. નવો પ્રોડક્ટ માર્કેટ કરવો હોય તો ન્યૂસ પેપર કે મેગેઝિનમાં એડવર્ટાઈઝ કરો. ડિસ્ટ્રીબ્યુટર નીમો, ડિલર સુધી માલ પહોંચાડો, કસ્ટમર આવીને લઈ જશે. ટીવી. આવ્યું – બ્લેક એન્ડ વ્હાઈટ. ફક્ત ડી.ડી. પ્રિન્ટમાંથી ઈલેકટ્રોનિક – બસ આનાથી વધારે કોઈ મિડિયા ચોઈસ નહીં.

આજે પ્રિન્ટ મિડિયાની વેરાયટી જુઓ – ભાષામાં, મેન માટે, વુમન માટે, ફેમિલી માટે, બાળકો માટે, વર્કિંગ વુમન માટે, સિનિયર સિટિઝન માટે, પ્રોફેશનલ માટે, મેરેજ માટે… ટી.વી.ની એક-બે-ત્રણ નહીં, પણ પચાસથી વધુ ચૅનલો, સાંજના બે-ત્રણ કલાક નહીં પણ દિવસના ચોવીસ કલાક અને ઓછું હોય એમ ડિજિટલ મિડિયા – ઈન્ટરનેટ – એડવર્ટાઈઝિંગ ઓન ડિમાન્ડ. ટેલિમાર્કેટિંગથી કોલ સેન્ટર – ફોન અને માર્કેટિંગ, મોબાઈલ ફોન – એસ.એમ.એસ. અને વિડિયો ફોન… આવતી કાલે ઈન્ટેલિજેન્ટ મોબાઈલ માર્કેટિંગ – જીપીએસની આધુનિક સિસ્ટમ! ઈન્ટરએક્ટિવ ટેલિવિઝન, મેલ ઑર્ડર, ઈકૉમર્સ– બદલાતો જતો માર્કેટિંગનો પ્રવાહ, કૅશથી ક્રેડિટકાર્ડ, બદલાતી જતી પેમેન્ટની રીત, ડિલર ચૅનલથી ડાયરેકટ માર્કેટિંગ, ‘માસ’ માર્કેટિંગથી ‘નીશ’ માર્કેટિંગ, કમિશનથી મલ્ટીલેવલ માર્કેટિંગ – બધું જ બદલાઈ રહ્યું છે.

મેન્યુફેકચરર તરીકે ક્વૉલિટી, પ્રાઈઝ, ડિસ્ટ્રીબ્યુશન.. રિટેલ તરીકે કસ્ટમર પ્રોફાઈલિંગ (ડેટાબેઝ પેટર્ન) પ્રોફેશનલ તરીકે કસ્ટમર સર્વિસ, બહમિડિયાથી સિલેકટમિડિયાની એડવર્ટાઈઝિંગની રીતો, મોનોલોગથી ડાયલોગની કૉમ્યુનિકેશનની રીતો. ધ્યાન આપો, ઓળખો, બદલાતો કસ્ટમર, બદલાતો પ્રવાહ, બદલાતું માર્કેટિંગ અને અપનાવો મોડર્ન – ડે માર્કેટિંગની અવનવી સ્ટ્રેટેજી.

Leave a Comment