માર્કેટિંગ સર્વિસીઝ અને સર્વિસનું માર્કેટિંગ

આધુનિક સમયમાં ‘ઈન-હાઉસ માર્કેટિંગ’ સ્ટ્રેટેજીની જગાએ માર્કેટિંગ સર્વિસીઝનું આઉટસોર્સિગ થતું આવ્યું છે. સંખ્યાબંધ કસ્ટમર્સને ટેલિમાર્કેટિંગની સ્ટ્રેટેજીથી કૉમ્યુનિકેશન કરવા ટેલિમાર્કેટિંગ એજન્સીઓ બિલાડીના ટોપની માફક ફાટી નીકળે છે. કંપની પોતાનો ડેટાબેઝ કે એજન્સીની ડેટાબેઝ વાપરીને ટાર્ગેટ કસ્ટમર સુધી પહોંચવા કંપનીના સ્ટાફના સભ્યોની જગાએ એજન્સી દ્વારા રોકવામાં આવેલા સ્ટાફથી ચલાવી લે છે.

કંપનીને કોઈ ફિકસ્ડ ઓવરહેડ નહિ, જગા, ટેલિફોનનું ભાડું જેવા કોઈ ખર્ચાઓ નહિ. જરૂર હોય ત્યારે એજન્સી જોડે કોન્ટેક્ટ કરી ટેલિમાર્કેટિંગનું કામ સોંપી દો. ક્રેડિટ કાર્ડ, હાઉસિંગ ફાઈનાન્સ, કારલોન, રિટેલ બેન્કિંગ જેવા બિઝનેસમાં માર્કેટિંગ સર્વિસીઝનું ‘આઉટ સોર્સિગ બહુ જ જાણીતું છે. ડોર-ટુ-ડોર સેલ માટે કંપની સેલ્સ એજન્સીને કમિશન બેઝડ કોન્ટેક્ટ આપે છે. એજન્સી પોતાના માણસો રાખે છે, જે કંપનીના પ્રોડકટ (એક કરતાં વધારે કંપનીઓના પ્રોડકટસ)ને લઈને ડોર-ટુ-ડોર વેચવા નીકળી પડે. કૉન્ટેક્ટ પ્રમાણે આઈટમો બદલાતી રહે અને સેલ્સમૅન કોઈ નિયત કરેલા એરિયામાં વખતો વખત અલગ અલગ પ્રોડક્ટ લઈને નીકળી પડે. પ્રોડેકટ નોલેજ, બ્રાન્ડ લોયલ્ટી, કલાયન્ટ બેનિફિટ્સ કે એવી કોઈ નીતિ નહિ – ફક્ત કમિશન એ જ મંત્ર! આવી જ રીતે ઈ-મેલ બ્રિોડકાસ્ટિંગ, ડેટાબેઝ ડેવલપમેન્ટ માટે કે પછી “સી.આર.એમ.” કસ્ટમર રિલેશનશિપ મૅનેજમેન્ટ માટે કવૉલિફાઈડ એડવર્ટાઈઝિંગ કે માર્કેટિંગ સર્વિસ પ્રોવાઈડર ઉપલબ્ધ છે. ટ્રેડફેર, પ્રદર્શન, રોડશો, કૉન્ફરન્સનું આયોજન વગેરે પણ કંપની પોતાના સ્ટાફ દ્વારા કરવા કરતાં એજેન્સીઓને સોંપી દેવાનું પસંદ કરે છે.

એ જ રીતે ફેશન-શો, ડેમોનસ્ટ્રેશન, ઍવૉર્ડ સમારોહો જેવા ઈવેસ કંપની ઈવેન્ટ્સ મેનેજમેન્ટ કંપનીને સોંપી દે છે. માર્કેટિંગ મેનેજર આ બધું અને આવું બધું પોતાની ટીમના સભ્યો પાસે કરાવવા કરતાં આઉટ સોર્સ કરવું પસંદ કરે છે અને સમય તથા કંપનીના રિસોર્સિઝનો ઉપયોગ પોતાની કંપનીના પ્રોડકટસ કે સર્વિસીઝના પ્લાનિંગ માટે કરે છે. સ્ટ્રેટેજી આપતી કંપનીઓ પોતાના ક્ષેત્રના કાબેલ સ્ટાફ દ્વારા કલાયન્ટને ઉમદા સર્વિસ આપે છે. કદાચ કલાયન્ટ કંપનીને થોડું મોંઘુ પડે, પણ ઓવરહેડ કે બીજી કોઈ ઝંઝટ નહિ અને અલગ અલગ કામ માટે પ્રોફેશનલ માર્કેટિંગ સર્વિસીઝ પૂરી પાડતી કંપનીઓ પાસે સારું અને વ્યવસ્થિત કામ લઈ શકાય.

આપણે હવે સર્વિસીસના માર્કેટિંગની ચર્ચા કરીએ. આજના સમયમાં ઈકોનોમીની દૃષ્ટિએ અલગ-અલગ પ્રકારની સર્વિસીઝ અલગ-અલગ પ્રકારના પ્રોડકટસના વેચાણ દ્વારા થતા નફા જેટલી જ મહત્ત્વની છે. એટલે તો પાછલાં થોડાંક વર્ષોથી એક યા બીજી રીતે ઘણી બધી સર્વિસીસને સર્વિસ ટૅક્સ હેઠળ આવરી લેવામાં આવી છે.

ટ્રાવેલ એજન્સી, બ્યુટી પાર્લર, એડવર્ટાઈઝિંગ એજન્સી જેવી અનેક સર્વિસીસ પૂરી પાડતી કંપનીઓ આજે કસ્ટમર આવે તેની રાહ જોવા કરતાં પોતાની સર્વિસીસનું માર્કેટિંગ કરીને બિઝનેસ કરવો પસંદ કરે છે. યુરોપ ફરવા જવા માટે કોઈ એક ટ્રાવેલ એજન્સી સારી, પણ અમેરિકા જવું હોય તો શા માટે બીજી કોઈ સારી સર્વિસનું બ્રાન્ડિગ થઈ રહ્યું છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં ‘મોસ્ટડિમાન્ડ સર્વિસ તરીકે ઈન્ટરનેટ કાફે હતી, આજે સરફિંગ રેટમાં ૫૦ ટકાથી ૭૫ ટકા જેટલો ઘટાડો થવા છતાં માર્કેટિંગ અનિવાર્ય થઈ ગયું છે. લાઈફ ઈજ્યોરન્સ કંપનીઓને હવે બહુરાષ્ટ્રીય ઈસ્યોરન્સ કંપનીઓ દ્વારા થતા જોરશોર માર્કેટિંગમાં ટકી રહેવા માર્કેટિંગનો સહારો લીધા વિના છૂટકો નથી

. રિટેલ સ્ટોર્સ ગારમેન્ટનું ધૂમ વેચાણ કરે પણ ફેશન ડિઝાઈનરો તો હજુ થોડાંક વર્ષો પહેલા જાહેરમાં આવતાં ન હતાં આજે કયા ફેશન ડિઝાઈનરનું લેબલ છે એ રિટેલ ગારમેન્ટમાં માર્કેટિંગ કરવામાં આવે છે. અખાડો કે જિમેનશિયમમાં લોકો તંદુરસ્તીની જાળવણી કરવા સવારે જતા હતા, હવે હેલ્થ અને ફિટનેસ સેન્ટરો વહેલી સવારથી મોડી રાત સુધી ખુલ્લાં રહે છે. ઈક્વિપમેન્ટ, ટ્રેનર ડેકોર અને જ્યુસ સેન્ટર જેવી સગવડોને માર્કેટિંગ કરતાં બહુ જ ઉપસાવવામાં આવે છે – જાણે તમારી તદુરસ્તીની ચિંતા તમારા કરતાં એમને વધારે હોય! એજ્યુકેશન જેવી બહુ જ મૂળભૂત અને પાયાની સર્વિસીસ આજે શિક્ષણ સંસ્થા ઉપરાંત, કોમર્શિયલ ટ્રેનિંગ અને કોચિંગ કલાસીસ દ્વારા માર્કેટ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓની સફળતાઓને તેમનાં નામ, ફોટા કે સંદેશ દ્વારા બ્રાન્ડ બિલ્ડિંગમાં ઉપયોગ થાય છે. કોચિંગ માટે, કૉમર્સમાં એકાઉન્ટસ માટે, કૉમર્સમાં ટેક્ષસેશન માટે… અલગ કોચિંગ કલાસની બ્રાન્ડસ અને બ્રાન્ડબેઝડ માર્કેટિંગ! હૉસ્પિટલ, ફિલનિક, સામાજિક સંસ્થાઓ એક યા બીજા સ્વરૂપે માર્કેટિંગની મહત્તા સમજવા લાગ્યા છે. પ્રોડકટ વૉલિટી ગમે તેટલી સારી હોય, છતાં આજના આધુનિક સમયમાં સર્વિસીસનું કવચ ન હોય તો “લિફટ’ થતો નથી. ઓન-સાઈટ ડેમોનસ્ટ્રેશન, ફ્રી ડિલિવરી, ૨૪ ૭ કસ્ટમર સર્વિસ અને સપોટ, પ્રોડકટ અને કંપનીની વેલ્યુ વધારે છે.

આજે સર્વિસીસનું પણ પ્રોડકટના સ્વરૂપમાં માર્કેટિંગ કરવામાં આવે છે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરતી કંપનીઓ, લોન્ડ્રીઝ, મસાજ, બ્રાઈડ મેકઅપ, ફલાવરબુકે ડિલિવરી. આ બધી સર્વિસીસની કસ્ટમરને યાદ રહે તેવી રીતે પ્રોડકટના ફોર્મમાં પ્રાઈસ અને ઉપલબ્ધતા જણાવવામાં આવે છે. આજ કાલ ડૉકટરનું દવાખાનું પણ ફેમીલી કિલનીક કે એવા કોઈ નામ સાથે જોવા મળે છે. બે જાણીતી રેસ્ટોરન્ટસમાંથી જે ફી હોમડિલિવરીની સર્વિસ આપે એને કસ્ટમર વધુ પસંદ કરે છે. સગવડતા, સહુલિયત, સરળતા કસ્ટમર ઝંખે છે – સસ્તુ અને સારું આ બધા સાથે હોવું અનિવાર્ય છે. “આર્ટ-ઑફ સર્વિસિંગ મોડર્ન-ડે-માર્કેટિંગમાં સફળતાનું સૂત્ર છે.

Leave a Comment