મંદીમાં માર્કેટિંગની વ્યુહરચના

રિસેશન, ડિપ્રેશન, પેનિક – આ ત્રણ સરખા લાગતા અંગ્રેજી શબ્દો અલગ-અલગ વ્યાખ્યા અને મહત્ત્વ ધરાવે છે – ઈકોનોમિ અને બિઝનેસની દ્રષ્ટિએ બિઝનેસ જોખમમાં છે. મુસીબતો આવી રહી છે કયુમર યુરેબલ પ્રોડક્ટ બહુ જ ડિસ્કાઉન્ટમાં વેચાવા લાગે, લંચટાઈમમાં તમારી માનીતી અને બહુ જાણીતી રેસ્ટોરન્ટમાં ટેબલો ખાલી હોય, ભર બપોરે ટેકસી ડ્રાઈવર તમને કહે તમે આજના મારા પહેલા ગ્રાહક છો… શેરબજારનાં પાનાંઓ પર નજર મારો છો, પણ વાંચવાનું મન થતું નથી.

કલરફૂલ હોર્ડિંગ્સ સફેદ થઈ ગયા હોય…. મંદીનું મોજું છવાઈ ગયું છે. સ્માર્ટ માર્કેટિંગ આવા સમયમાં માર્કેટિંગના સામાન્ય નિયમોનું ઉલ્લંઘન કરીને તોફાનમાંથી પોતાનો માર્ગ શોધી લે છે. સામાન્ય રીતે બિઝનેસમેન ખર્ચાઓ ઘટાડો, પ્રોડકશન કૉસ્ટ ઘટાડો, ઈલેક્ટ્રિસિટી અને બીજી વપરાશની કૉસ્ટ પર કંટ્રોલ કરો, એડવર્ટાઈઝિંગના ખર્ચમાં મોટો કાપ મૂકો, ટ્રાવેલિંગ બીજો ઉપાય ન હોય તો જ કરો અને ચૂપચાપ બેસી રહો.. મંદીનું મોજું વહી જવા દો, તોફાન શાંત થઈ જવા દો વગેરે-વગેરે વાતો અને બાબતોમાં જ રચ્યોપચ્યો રહે છે. મુશ્કેલીભર્યા આજના સમયમાં કોસ્ટ કન્ટ્રોલ અને રેવેન્યુમાં વધારો સામાન્ય સંજોગો કરતાં વધુ અગત્યનાં બની રહે છે કંપનીને ટકાવી રાખવી મૂળભૂત જરૂરિયાત બની રહે છે.

ધમધમતા સિલિકોન વેલીમાં કામ કરતા ‘વ્હાઈટ કૉલર’ એક્ઝિક્યુટિશથી માંડીને કારખાનાંઓમાં ‘કાળી મજૂરી’ કરતા વર્કરો જેમને રિસેશન કે એવા કોઈ અટપટા, અઘરા કારણથી છુટ્ટી અપાય છે. (જોબ ટર્મિનેશન) એમની જિંદગીમાં ક્યારો પાછો સૂરજ ઊગશે એ કહેવાય નહિ?

કસ્ટમર રાજા છે’, એમ કહેવાય છે, પણ આવા અને આજના મુશ્કેલીભર્યા બિઝનેસના વાતાવરણમાં જાણે કે એક સમ્રાટ હોય એમ માગણીઓ કરે છે અને આધુનિક માર્કેટિંગ, આવો જોઈએ, કેમ એમની માગણીઓને સંતોષ છે – આખરે સવાલ તો સરવાઈવલનો છે! પ્રોડકટ માર્કેટિંગ – સારો, સુંદર, , ટકાઉ, પણ સસ્તા પ્રોડક્ટ માગે છે. કસ્ટમર બ્રાન્ડ જ માગે એવું નથી. કસ્ટમર બ્રાન્ડ લોયલ હોય એવું રખે ન માનતા! પોતાની જરૂરિયાતને સંતોષવા એક પ્રોડકટ જોઈએ છે, જે પોતાના લિમિટેડ બજેટમાં બંધબેસતી હોય. બજેટમાં ન બેસે તો સસ્તા ભાવની બીજી બ્રાન્ડ ખરીદતા ગ્રાહક અચકાતો નથી ભલેને બધા બેનિફિટ ન પણ મળે, ડિસ્કાઉન્ટ સ્પેશ્યલ ફર, આજે ખરીદી પછી પેમેન્ટ, કશુંક ફ્રી.. કસ્ટમર માંગે છે.

એક્સચેન્જ ઑફર કદી ન સાંભળી હોય અને માનવામાં ન આવે એવી અદ્ભુત ફરો કસ્ટમરને આકર્ષવામાં સફળ થાય છે. હવે સમય આવી ગયો છે. ખુરશી પરથી ઊભા થવાનો અને ઑફિસ કે દુકાનની બહાર કસ્ટમરને ત્યાં જઈને માલ વેચવાનો, નવા કસ્ટમરો શોધો – નવા એરિયામાં જાવ, મેટ્રોમાંથી શહેરમાં અને શહેરમાંથી ગામમાં પહોંચી જાવ.

કસ્ટમરને વેચવા માટે માત્ર ડિલરો પર આધાર રાખવાથી નહિ ચાલે, ડાયરેક્ટ માર્કેટિંગ કરો, કસ્ટમરને સમજાવો – વૅલ્યુ ફોર મની તમારી પ્રોડક્ટ કઈ રીતે વધારે આપે છે.

પ્રતિસ્પર્ધીઓના કસ્ટમર મેળવવાની કોશિશ કરો, તમારી પ્રોડકટનો વપરાશ કસ્ટમર વધારે એવું સમજાવો. જાહેરાતના માધ્યમ સમજી-વિચારીને સિલેક્ટ કરો – પ્રિન્ટ, ઈલેકટ્રોનિક, ડિજિટલ? આધુનિક માર્કેટિંગ ટુલ્સ અને ટેકનિક્સ, જેમકે ડાયરેક્ટ મેલ, ટેલિ માર્કેટિંગ, ઈમેલ માર્કેટિંગ ફે ક્સ બ્રોડકાસ્ટિંગ, નેટવર્ક માર્કેટિંગનો અભ્યાસ કરો અને અમલમાં મૂકો. એડવર્ટાઈઝિંગના ખર્ચમાં કાપ મૂકવો છે કે બચત કરવી છે? દરેક ખર્ચને માપો – નવો કસ્ટમર મેળવવાની અને જૂના કસ્ટમરને સાચવવાની, જૂની ફાઈલો કાઢો કસ્ટમર ડેટાબેઝ તૈયાર કરો. વન-ટુ-વન માર્કેટિંગ કરો. યોગ્ય સંદેશાઓ, પ્રોડકટ, પ્રાઈઝ ઑફર કે બિઝનેસ બેનિફિટ વિશે વારંવાર મોકલાવતા રહો. વધારે ખર્ચ નહિ અને કસ્ટમરના મનમાં રહી શકાય.

માર્કેટિંગના ૪ ‘પી’ વિશે તો તમે જાણો જ છો (પ્રોડકટ, પ્રાઈઝ, પ્રમોશન, પ્લેસ, મંદીના સમયમાં જ નહિ, પણ મોડર્ન-ડે-માર્કેટિંગમાં નવા ૪ “પી” મહત્ત્વ ધરાવે છે. પેમેન્ટ (કૅશ ફલો), પ્રોફિટ (બૉટમલાઈન), પરફોર્મન્સ (કાર્યક્ષેત્ર મહત્તા જાળવી રાખવી તમારા કામ દ્વારા) અને પીપલ (પ્લાન્ટ કે મશીનરી કરતા પરફોર્મિંગ સ્ટાફ). તમારા માર્કેટિંગનું રિએન્જિનિયરિંગ કરો. માર્કેટિંગ પ્લાનને રિડિઝાઈન કરો. મોટાં સ્વપ્નો જોવાં સ્વીકાર્ય છે, પણ નાના ધ્યેય હાંસલ કરવા બહુ જ જરૂરી છે.

Leave a Comment