માર્કેટિંગની વિન્ડોથી મેટ્રોલાઈફ

મુંબઈ શહેરના એક મધ્યમવર્ગના ફેમિલીનું ઘર. ‘ગુડ મૉર્નિંગ’, સવારના છ વાગ્યા – સ્વિસમેકની કુકુઝ વૉચ કે મોરબીનું મૉડર્ન એલાર્મ લૉક મેટ્રો મુંબઈકરને ઉઠાડે છે. પછી, ટૂથપેસટ ટસલા ગુજરાતની કોઈ ડેરીનું બ્રાંડેડ પાશ્ચરાઈઝડ મિલ્ક અને ગઈકાલે સુપરસ્ટોરમાંથી લાવેલું આસામની ફ્રેશ ચાની પત્તીનું એક ફોઈલ પૈકી મુસાફીરખાનાથી લાવેલા ચાઈનીઝ કપ એન્ડ સોસરમાં તાજગી ભરી ચાનો સિપ લેતો કસ્ટમર પોતાના બિઝનેસ કે ઈન્ડસ્ટ્રીને આવરી લેતું એક બ્રાંડેડ અખબાર વાંચતા, મેટ્રો મુંબઈ એફ.એમ. ચૅનલો રેડિયો પર સર્ફ કરે છે. અને ટ્રાફિકનો અહેવાલ બ્રેકફાસ્ટમાં કોઈક અમેરિકન બ્રાંડની સિરિયલ લેતા લે છે. પછી ગઈકાલે મોડી રાત સુધી સોપઓપેરા જોઈને કઈ બ્રાંડનો સોપ વાપરવો એ નક્કી કરતાં કોઈ આયુર્વેદિક સોપથી બાથ લઈ લે છે.

પુરુષ સમોવડી સ્ત્રી કે મેટ્રો સેમ્યુઅલ પુરુષ સેવિંગ ક્રીમ, આફટરશેવથી પરફ્યુમ્સ અને ડિયોડરન્ટમાં સુગંધિત થઈ બ્રાંડેડ, રિંકલ ફ્રી પેન્ટ, શર્ટમાં સજ્જ થઈ મેટ્રો લોકલ, એ. સ. બસ, કારકુલ કે સેલ્ફ ડ્રાઈવિંગ કારમાં ઑફિસ જવા નીકળી પડે છે. બેનરો, હોર્ડિંગ્સ અને સ્ટોર્સના પાટિયાંની વચ્ચે સિગ્નલ શોધે છે.

ફેમિલી અને ફ્રેન્ડસના જાણીતા ચહેરાઓની જગાએ, જાણીતી કંપનીઓના લોગોઝ અને સાઈન બોર્ડ દેખાય છે. રાતના ટી.વી. ચેનલોથી થાકેલો, દિવસે એફ. એમ. ચેનલોથી કંટાળે છે. પોતાના પ્રોક્ટસ કે સર્વિસીઝ, પોતાના બિઝનેસ કે કસ્ટમર, વિશે વિચારતો થાય એ પહેલાં કોઈ બીજા પ્રોડક્ટ કે સર્વિસ માટેના ટેલિમાર્કેટિંગ કોલ્સ ચાલુ થઈ જાય છે. મોબાઈલ પર એસ.એમ.એસ.ની બીપ સાંભળીને આઉટ સ્ટેશન સેલ્સમૅનનું ઑર્ડર સ્ટેટસ કે ઓવરસીઝ બ્રાંચની એક્સપોર્ટ ઈન્કિવાયરીની જગાએ કોઈ રિટેલ સ્ટોરની સ્પેશ્યલ ઑફરનો એસ.એમ.એસ. જણાય છે. ઈમેલ બૉકસમાં બિઝનેસ કરતાં પર્સનલ અને નેશનલ કરતાં વધારે ઈન્ટરનેશનલ ઈમેલ આવે છે.

માર્કેટિંગના આ પાવરથી એક સામાન્ય મેટ્રો કસ્ટમર પોતાનું દૈનિક શેડ્યુઅલ અસ્ત-વ્યસ્ત કરી બેસે છે. દિવસમાં બે વાર આવતી પોસ્ટની જગાએ કંપનીનો પ્યુન દર અડધો કલાકે કુરિયરથી આવેલી મેલ કે મેગેઝિન આપીને મીટિંગમાં ડિસ્ટર્બ કરે છે. ટી-ટાઈમની જગાએ કોલા બ્રેક પડે છે. લગ્ન ટાઈમમાં શરૂઆતની મિનિટો કઈ બ્રાંડનો પિલ્ઝા કે બરગર ખાવો એ નક્કી કરવામાં, પછી ઓન લાઈન ઓર્ડર કરવામાં અને ઉતાવળે ત્રીસ મિનિટ રાહ જોયા પછી આવેલું પાર્સલ ત્રણ મિનિટમાં મુંબઈકર લંચટાઈમમાં માણે છે.

પાર્સલમાં પ્રોડક્ટ કરતાં પેકેજિંગ વજનદાર હોય છે. શ્રીટિંગનો એજન્ડા નક્કી કરતા વધારે ટાઈમ એરલાઈન્સ કંપની અને સીટ સિલેકશન માટે અપાય છે માર્કેટિંગ એક યુદ્ધ છે. અને પ્રતિસ્પર્ધીઓ દુશ્મન છે પણ વિજય તો કસ્ટમરનો જ થાય છે. આજના માર્કેટિંગ મેનેજરો દ્વારા અપનાવેલી કંઈક નવી, અવનવી, “જરા હટ કે’ અને પ્રમાણમાં ઘણી સસ્તી માર્કેટિંગની પદ્ધતિઓ જે મોટે ભાગે ટેકનૉલૉજી બેઝડ હોય છે. તેનું મહત્ત્વ દિવસે-દિવસે વધતું જાય છે.

ટેલિફોન, ટેલિવિઝન, જેવી કન્ઝયુમર બેઝડ ગેજેટ્સનો ઉપયોગ અને ઉપભોગ મૉડર્ન-ડે-માર્કેટિંગના ટૂલ્સ તરીકે થાય છે. સેલ્ફ માર્કેટિંગ, નેબરહૂડ માર્કેટિંગ, રિલેશનશિપ માર્કેટિંગ, નેટવર્ક માર્કેટિંગ અને રિમોર્ટ માર્કેટિંગ માર્કેટિંગની આધુનિક વિચારશૈલીનું એકત્રીકરણ છે. મેટ્રો સિટીઝન અને મોડર્ન કસ્ટમર નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓના માર્કેટિંગનું ટારગેટ બને છે.

માર્કેટિંગના પાવરથી કસ્ટમરની લાઈફસ્ટાઈલ ઘડાય છે. ગઈકાલે ગણાતી લકઝરી આઈટમો આજે જરૂરિયાત બની ગઈ છે. ક્રેડિટ કાર્ડ, એ.ટી.એમ., ઑફર અને સ્કીમ, સેલ અને ગિફટ મેટ્રો કસ્ટમરની ખરીદશક્તિને ચૅલેન્જ કરે છે. કૉપ્યુટર ડેટાબેઝનો ઉપયોગ કસ્ટમરની પ્રોફાઈલનું મેનેજમેન્ટ કરે છે. બર્થ ડેના દિવસે ફેમિલી મેમ્બર કરે એ પહેલાં કોઈ બૅન્ક કે રિસોર્ટ કંપનીની કસ્ટમર એક્ઝિક્યુટિવ બર્થ ડે વિશ માટે ટેલિકોલ કરે છે. પરંપરાગત વાનગીઓથી જન્મદિનની ઉજવણી કરતાં, આગલા દિવસે કોઈ રેસ્ટોરન્ટમાંથી સ્પેશ્યલ બર્થ ડે ડિનરની ઑફર વધુ પ્રિફર કરાય છે. ઈ-કોમર્સથી બિઝનેસ મેળવીએ એ કરતાં ઈ-કૉમર્સથી બુકે, સી.ડી. કે સ્વિટ્સના ઑડર આપીએ છીએ.

મલ્ટીલેવલ માર્કેટિંગના બહાને સોસાયટી કે સર્કલમાં, સ્નેહી કે સગાંને મળવાનું થાય છે. જાણીતા કરતાં વધારે અન-વૉન્ટેડ ગેસ્ટ ડોર બેલ વગાડીને રજાના દિવસે કે બપોરે ઊંઘમાંથી ઉઠાડીને મહેમાન બનીને આવે છે. સેલ્સમેન કે સેલ્સગર્લ મેટ્રો મુંબઈના મોડર્ન ગેસ્ટ છે. ટૂથ પેસ્ટ ટસલથી શરૂ થયેલી દેનિક જિંદગી ટી.વી. ચૅનલોની હરીફાઈથી પૂરી થાય છે. ‘ગુડ નાઈટ’ કરતા પહેલાં ‘એક ઓર’ ટૂથબ્રશ અને અફકોર્સ ‘ગુડ બાય’ મચ્છર માટે બ્રાન્ડેડ મોસ્કયુટો કૉઈલ! સૂતા પહેલાં, બારી બંધ કરતાં વિચારો તમારી જિંદગીમાં, ડેઈલી મેટ્રો લાઈફમાં માર્કેટિંગની વિન્ડોથી કંઈક, કેટલી કંપનીઓએ ડોકિયું કર્યું?

Leave a Comment