આધુનિક રિટેલ માર્કેટિંગ એક કળા કે વિજ્ઞાન?

દુકાન ખોલો અને કસ્ટમર આવે બહુ જ નસીબદાર હોય તો જ આવું બને. કસ્ટમર આવે ત્યારે દુકાન ખુલ્લી હોવી જોઈએ. ભવિષ્યની સફળતા માટે બદલાતો રિટેલ માર્કેટિંગનો નિયમ મુંબઈ શહેરનાં પરાંઓ રવિવારે દુકાનો ખુલ્લી, સોમ-ગુરુ કે શુક્રવારે વિકલી બંધ, સવારના વહેલી ખૂલવી અને રાતના મોડે સુધી ખુલ્લી રહેવી એક બદલાતો પ્રવાહ. માત્ર સારો અને સસ્તો માલ કસ્ટમરને આકર્ષવામાં સફળ થાય એવું નથી.

દુકાનનાં ફર્નિચર, લાઈટિંગ સિસ્ટમ, સેલ્સમૅન કે સેલ્સવુમનના ડ્રેસથી લઈને વાતચીત કરવાની કળા, સારી થેલીઓ, ક્યારેક ઠંડું પાણી, ગરમ ચા, સોફટડ્રીન્ક કે કસ્ટમર જોડે ‘સોફેટ’ વહેવાર-સારા અને સસ્તા માલ કરતાં વધુ વેચાણ આપે છે. પેઢીથી આવતી વેચાણની સ્ટાઈલ, દસકાઓથી કામ કરતાં લોયલ સ્ટાફ અને આધુનિક સમયમાં તૈયાર થયેલો પ્રોફેશનલ સ્ટાફ, કસ્ટમરને જોવા, જાણવા, સમજવા અને વારંવાર આવતો કરવા એક અલગ અપ્રોચથી જુએ છે.

ઘણા રિટેલ સ્ટોર્સ વેલ્યુ, વેરાયટી અને કલાસને ધ્યાનમાં રાખી બ્રાન્ડને મહત્ત્વ આપે છે, જ્યારે ઘણા સ્ટોર્સ-બઝા પ્રાઈઝ આધારિત હોય છે. દરેક પ્રકારના રિટેલ આઉટલેટના કસ્ટમર અલગ છે, કોઈ બ્રાન્ડ ખરીદવા જાય છે, કોઈ પ્રોડકટ લેવા જાય છે. જો એક બ્રાન્ડ સરખા જ ભાવે બઝારી ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને સુપર માર્કેટમાં મળતી હોય તો કસ્ટમર જયાં ખરીદવાનું સગવડભર્યું અને આનંદદાયક હોય ત્યાંથી જ ખરીદવું પસંદ કરે છે. શોપિંગ અને પરચેઝ-સરખા લાગતા શબ્દો માર્કેટિંગમાં કસ્ટમર બિવિયરની દષ્ટિએ અલગ છે.

આધુનિક સમયમાં રિટેલ માર્કેટિંગની સફળતા માટે ત્રણ મહત્ત્વની બાબતો છે. સૌપ્રથમ તમારી દુકાન સ્ટોર્સમાં વધુમાં વધુ કસ્ટમરને આવતા કરવા (કસ્ટમર ટ્રાફિક વધારવો), બીજું, આવેલા કસ્ટમરને મૂળભૂત જરૂરિયાત સિવાયની બીજી વસ્તુઓ પણ વેચવી (કસ્ટમર દીઠ સેલ વધારવું) અને પ્રોફિટેબલ હોય એવા કસ્ટમરને વારંવાર આવતો કરવો (કસ્ટમર સર્વિસ અને રિલેશનશિપ માર્કેટિંગ).

આજે પ્રિન્ટ, ઈલેકટ્રોનિક અને ડિજિટલ મીડિયાઓની સંખ્યા પ્રતિદિન વધતી જાય છે. માત્ર દેનિકોમાં જાહેરાતો પૂરતી નથી, દરેક કસ્ટમર બીજું ઘણું વાચે છે – વર્કિંગ વુમન અને હાઉસવાઈફના મેગેઝિનો જુદા તમારાં કસ્ટમર સ્ત્રી/વુમન છે એટલું જ મહત્ત્વનું નથી. પ્રોઢ મહિલા, પરિણીત સ્ત્રી, જોબ કરતી યંગ મધર કે કૉલેજ જતી યુવતી? કોણ તમારો કસ્ટમર છે? કોણ વધુ સેલ આપે છે? કોની ખરીદશક્તિ વધારે છે? ક્યારે આવે છે? એકલા કે કોઈની સંગાથે? આજુબાજુના વિસ્તારમાંથી કે દૂરથી? મહિનામાં કેટલી વાર કે કેટલા મહિને એકાદવાર? રોકડા આપીને કે ક્રેડિટ ખરીદે છે? સાથે લઈને જાય છે કે હોમ ડિલીવરી પસંદ કરે છે? કેશ કાઉન્ટર પર બેસીને માત્ર વકરો અને નફો ગણવાની સાથે કસ્ટમરને સમજવા એટલા જ જરૂરી છે.

આધુનિક બિઝનેસનું લક્ષ્ય માત્ર સેલ્સ અને પ્રોફિટ મેળવવાનું જ નથી, પણ કસ્ટમર મૅનેજમેન્ટનું પણ છે.

માનો કે ન માનો તમારો જાણીતો અને માનીતો કસ્ટમર પણ એક ટકો વધુ ડિસ્કાઉન્ટ મળે તો બાજુની દુકાનમાં જતા અચકાતો નથી. કસ્ટમર મેળવવા જેટલા અઘરાં અને મોંઘા છે એનાથી વધુ અઘરું આવા મોંઘેરા કસ્ટમરને સાચવવાનું છે. રિલેશનશિપ માર્કેટિંગની ટેકનિક, નેબરહુડ’ અને ‘લોથલટી’ માર્કેટિંગની સ્ટ્રેટેજી આધુનિક માર્કેટિંગના ટૂલ્સ જેવા કે ડાયરેકટમલ, ટેલિ માર્કેટિંગ, ઈમેલ માર્કેટિંગ કસ્ટમર જોડે વન-ટૂ-વન ડાયલોગ કરવા ઉપલબ્ધ છે, માત્ર જાહેરાતો કે તમારા કસ્ટમરનો ડેટાબેઝ સ્ટોર્સની સફળતાની ચાવી નથી, મોડર્ન-ડે-માર્કેટિંગની એનેલિટિકલ સિસ્ટમ, કસ્ટમર પ્રોફાઈલિંગ તમારા જાહેરાતના ખર્ચમાં ઘણી બચત કરે છે. કસ્ટમર તમારી કંપની/સ્ટોર્સ/બ્રાન્ડ વિશે જાણે એટલું જ મહત્ત્વનું નથી. પુલ માર્કેટિંગથી કસ્ટમરને ખેંચી લાવો.

પોઈન્ટ ઑફ સેલ પર આવેલા કસ્ટમરને ખરીદતો કરી અને કસ્ટમર સર્વિસથી કસ્ટમર સેટિસફેકશન આપો. રિટેલ માર્કેટિંગની સફળતા માટે મોડર્ન-ડે-માર્કેટિંગ આર્ટ અને સાયન્સનો સમન્વય અને સમજણપૂર્વકની સ્ટ્રેટેજી સૂચવે છે,

Leave a Comment