‘મની’નું માર્કેટિંગ

આઝાદી પછીના વર્ષોમાં બિઝનેસના યુગોનું પૃથક્કરણ કરવામાં આવે તો ઈન્ડસ્ટ્રિયલ યુગ જેમાં પ્લાન્ટ અને મેન્યુફેકચરિંગ મહત્ત્વનાં હતાં. ફાઈનાન્સ યુગ, જેમાં મૂડી, લોન અને ઈનવેસ્ટમેન્ટનું મહત્ત્વ ખૂબ હતું. પછી આવ્યો આઈટી (ઈન્ફોસીસ ટેકનૉલૉજી)નો જમાનો! અને હવે બધે જ માર્કેટિંગ, બ્રાન્ડ, કસ્ટમર સર્વિસની દુનિયા છે. માર્કેટિંગ આજે માત્ર પ્રોડકટ પૂરતું જ મર્યાદિત નથી. સર્વિસ, નોલેજ કે ટેલેન્ટ. આ બહુ જ સારી રીતે કૉમ્યુનિકેટ કરવું જોઈએ. કોમ્પિટિશનનો જમાનો છે. વર્ષો પહેલાં નાની લોન લેવા માટે પણ બૅન્ક અને ફાઈનાન્શિયલથી ઈન્સ્ટિટ્યૂટના ચક્કરો અને બ્યુરોક્રસી ઘણી વાર સારા પ્રોજેકટ કે સારા એન્ટરપ્રિનરને નાસીપાસ કરતી હતી. રિપોર્ટ, પેપરવર્ક, પૂફ, સમય અને ફેરા-આંટા મની મેળવવા માટે મુશ્કેલીથી ઘેરાયેલા દિવસો હતા.

આજે બધું જ બદલાઈ ગયું છે. ઊંધું થઈ ગયું છે. લોન મેળવવા કશે જવાની જરૂર નથી. સામેથી ફોનો આવે છે. એક્ઝિક્યુટિવ તમારા ઘરે કે ઑફિસમાં પહોંચી જાય છે. માત્ર એક કે બે પેપર્સ અને ઑટોગ્રાફ બસ આટલું જ જોઈએ. કાર-લોન, પર્સનલ લોન, હોમ ફાઈનાન્સ, એજ્યુકેશન લોન, ક્રેડિટ અને રોટેટિંગ ક્રેડિટ બધું જ માગો ત્યારે અને ઘણી વાર ભાળ કરતા આવડે તો સસ્તામાં મળી જાય. પ્રતિસ્પર્ધા આજે કસ્ટમરને કિંગ બનાવે છે. પહેલાં માગનારા વધારે હતા.

આજે આપનારા વધી ગયા છે. લોન આપવા માટે માર્કેટિંગ કરે છે. ‘લોન સર્વિસ’ની બ્રાન્ડ બનાવે છે, જેમ કે કોઈ કંપની હાઉસિંગ ફાઈનાન્સના તો વળી કોઈક ઑટોમોબાઈલ લોન માટે તો કોઈ બેંક એજ્યુકેશનની લોન માટે જાણીતી છે. ‘મનીનું માર્કેટિંગ થઈ રહ્યું છે. માર્કેટિંગની વાત કરીએ તો કસ્ટમર સુધી પહોંચવા એક અને અનેક અવનવા ઉપાયો કરવામાં આવે છે. ટેલિફોન, મોબાઈલ, એસએમએસ, ઈ-મેલ અને પોસ્ટ કે કુરિયરથી મેલ-કસ્ટમરને ઘેરી વળે છે.

કસ્ટમર મૂંઝાતો નથી, પણ વધુ આગ્રહી બને છે. ઓછું વ્યાજ, વધુ સમય (રિપેમેન્ટ ટાઈમ) અને કશુંક ફ્રી માગે છે. મલ્ટીનેશનલ બૅન્કોથી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ શરૂ કરી દીધા છે. ઈન્ડસ્ટ્રિયાલિસ્ટસથી માંડીને ખેડૂતોને લોન આપવા પડાપડી કરે છે. કસ્ટમરને શું જોઈએ છે એનો બારીકાઈથી અભ્યાસ કરીને નવા ફાઈનાન્સિયલ પ્રોડકટ તૈયાર કરવામાં આવે છે અને પછી ટૂથપેસ્ટ કે ડિટરજન્ટની માફક એની બ્રાન્ડ બનાવી, શહેરો અને શેરીઓમાં, ડાયરેકટ અને ઈનડાયરેકટ માર્કેટિંગની સ્ટ્રેટેજીથી પ્રમોટ કરાય છે. ‘આવો અને લઈ જાઓ’, આજે વાપરો અને ધીરે ધીરે ચૂકવો ન જોઈતું હોય તો પણ લઈ જાઓ, કારણ કે ઘણું સસ્તું મળે છે. ટૅક્સ બેનિફિટ છે!

ફાઈનાન્શિયલ પ્રોડકટ અને સર્વિસીસનું માર્કેટિંગ ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી અને કસ્ટમર રિલેશનશીપ (સીઆરએમ)ની સ્ટ્રેટેજીથી કરવામાં આવે છે. ઈન્વેસ્ટરની બિહેવિયરનું અને કેપેસિટીનું એનેલિસસ કરી સ્ટૉક, યુટ્યુઅલ ફંડ અને ડેરિવેટિલ્સ જેવી આધુનિક સિસ્ટમમાં ઈન્વેસ્ટ કરાવાય છે. ટેક્નૉલૉજી બિઝનેસ પ્રોસેસને ઝડપી અને એક્યુરેટ બનાવવામાં બહુ જ મહત્ત્વ ધરાવે છે.

આજે પહેલાંની માફક પબ્લિક ઈસ્યુ (આઈપીઓ)માં એપ્લિકેશન વખતે કરાયેલું રોકાણ બહુ જ ટૂંકા ગાળામાં નફો કે રિફંડ આપે છે. ઈન્વેસ્ટમેન્ટ પર લોન અપાય છે અને એ લોન આપવા પડાપડી થાય છે. કિસ્ટમર રિલેશનશીપ મૅનેજમેન્ટ (સીઆરએમ)ની પ્રેકિટસ બિઝનેસ વધારવામાં અને કસ્ટમરને સાચવવા માટે આજના કોમ્પિટિશનના જમાનામાં બહુ જ ઉપયોગી છે. ઈન્વેસ્ટમેન્ટનો ડેટાબેઝ અને એ ડેટાનો ઉપયોગ કરી પોસ્ટ, ફોન અને પર્સનનું ઈન્ટિગ્રેશન કરી સારી રિલેશનશિપ અને બ્રાન્ડ બનાવવામાં આવે છે. નેટ બેઝ માર્કેટિંગ એક જુદા જ વર્ગને આકર્ષવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કોમ્પ્યુટરથી ડેટાબેઝનું પૃથક્કરણ કરીને ઈન્વેસ્ટરને ફાઈનાન્શિયલ પ્રોડકટ અને સર્વિસીસનું ક્રોસ સેલિંગ કરવામાં આવે છે.

ટીવી ચેનેલો, બિઝનેસ પ્રોગ્રામો, બિઝનેસ મેગેઝિનો, નેટવર્ક મિટિંગો, બ્રોકર અને સબબ્રોકર દ્વારા પર્સનલાઈઝડ ઈન્સેન્ટિવ ઈવેન્ટસ જેવા કે ફિલ્મ શો, પિકનિક, ફ્રાઈડે નાઈટ ડિનર, ગિફટસ અને દરરોજ બિઝનેસઅવર્સ સર્વિસ દરમિયાન બોલ્ટ બેઈઝડ કંપનીઓ રોકાણકારોની આગતાસ્વાગતા, ચા, કૉફી અને હળવા નાસ્તાથી કરે છે. અમારે ત્યાં આવો અને બિઝનેસ કરો’ બ્રોકરેજ આપી અને ફ્રી એન્ટરટેઈન્મેન્ટ લો! નાનાથી મોટા રોકાણકારોને ખુશ કરવાના અવનવા નુસખા! તમને ફાઈનાન્સ જોઈતું હોય, લોન લેવી હોય કે રોકાણ કરવું હોય તો આજે તમે કસ્ટમર તરીકે રાજા છો. મની માર્કેટિંગની જમાનો આવી ગયો છે.

Leave a Comment