જે ધ્યાનાકર્ષક હોય તે જ વધુ વેચાય

એક સારી પ્રોડકટ, એક સફળ પ્રોડકટ બને એવું જરૂરી નથી. માત્ર સારી કવોલિટી ઉચ્ચ ગુણવત્તા), સારી મેન્યુફેકચરિંગ કંપની, વાજબી કે સસ્તો દર/ભાવ રાખવાથી પ્રોડકટ સફળ થાય એવું જરૂરી નથી. યુનિવર્સિટીમાં ઉચ્ચ ગુણ મેળવનાર ડૉકટર કે એન્જિનિયર કે ઈન્સ્ટિટ્યૂટમાં પ્રથમ ક્રમાંકે આવનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ… એક સફળ પ્રોફેશનલ તરીકે પંકાય એવું જરૂરી નથી. લોકસેવા, દેશભક્તિ અને નિઃસ્વાર્થ ભાવે સમાજસેવા કરનાર વ્યક્તિ એક સારો, પણ સફળ જાણીતો લીડર બને એવું જરૂરી નથી કે પછી યોગ્ય ઉમેદવારો ધરાવતી પાર્ટી સત્તાપક્ષ બને એવું પણ આજે જરૂરી નથી. બહુ જ ઉપયોગી એવો પ્રોજેકટ કે પબ્લિક ઈસ્યુ આપોઆપ પબ્લિક, ફંડથી છલકાઈ જાય એવું જરૂરી નથી. એક સારી પ્રોડકટ, કાબેલ પર્સન, પ્રજાહિતેચ્છુ પાર્ટી કે મેગા પ્રોજેકટને સફળ જાણીતો બનાવવા જરૂરી છે.

મોડર્ન-ડે-માર્કેટિંગની સ્ટ્રેટેજી.  આજે માર્કેટિંગના ફક્ત ૪-૧પથી ચાલે નહિ, પણ બીજા અનેક આધુનિક પીનો સમાવેશ કરીને, આધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને, અર્વાચીન કસ્ટમરને જ ધ્યાનમાં રાખીને એક કરતા વિશેષ કસ્ટમર સુધી પહોંચવાના માર્ગોથી ‘ઈન્ટીગ્રેટેડ અને બાહોશ, અનુભવી માર્કેટિંગ ક્ષેત્રના કન્સલટન્ટના માર્ગદર્શનથી તૈયાર થયેલી માર્કેટિંગની ટેકનિકસ એક પ્રોડક્ટને સફળ બ્રાન્ડ, એક કાબેલ પર્સનને સકસેસફુલ જાણીતો પ્રોફેશનલ, એક પાર્ટીને બહુમત અને એક લોકલ પ્રોજેક્ટને ગ્લોબલ ખ્યાતિ અપાવી દે છે. માર્કેટિંગ મહિમાં બધાને જ છે,

એક સરખી ગુણવત્તા ધરાવતી પ્રોડકટસની સફળતામાં માર્કેટિંગનું વિશેષ મહત્વ છે. કસ્ટમરને શું જોઈએ છે? તમારી પ્રોડક્ટ્સ ના ફાયદાઓ કમરને કેમ અને કેટલા મળે અને કસ્ટમર કઈ રીતે તમારી પ્રોડકટસ કે સર્વિસીસ ખરીદતો રહે એ વિશેનું નોલેજબેઝડ માર્કેટિંગ સફળતાની ચાવી છે. એક લેખકને પોતાને જે કહેવું છે એ લખવું એના કરતાં વાચકને શું વાંચવું ગમે એની સમજ જ સફળતા અને ખ્યાતિ અપાવે છે.

એક યોગ્ય ડૉકટર યોગ્ય મેડિસીનના નોલેજથી સફળ કે મહાન બની શકતો નથી. પોતાના કસ્ટમર – પેશન્ટસ વિશેના બીજા નોલેજથી – વ્યક્તિ વિશેષ વધુ જાણવાની, સમજવાની અને સમજાવવાની કળા જ એમને માનીતા અને જાણીતા ડૉકટર બનાવે છે. પરફેકટ ટૅકસ રિટર્ન કે ક્ષતિરહિત ઑડિટિંગ એ જ માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સફળતા માટે જરૂરી નથી; પણ સ્કૂટીની, કે સર્ચ કે એક સામાન્ય નોટિસ વખતે કલાયન્ટની મનોદશા સમજીને (કસ્ટમર બિહેવીઅર) અને એ હકીકતને ધ્યાનમાં રાખીને પ્રોબ્લેમ મેનેજમેન્ટ કરવાની કુનેહ એક સફળ, કલાયન્ટ ફ્રેન્ડલી અને સમૃદ્ધ બનાવે છે.

પોતાના ક્ષેત્રની મૂળભૂત જરૂરિયાતો મતદાતાઓ પાસે મળીને, સમજીને પાર પાડવાની નીતિ એક સફળ પોલિટિશિયન બનાવે છે. પક્ષને શું કરવું છે એની સાથે પ્રજા (કસ્ટમર) શું ચાહે છે, આશા રાખે છે એને ઓળખવાની આવડત અને એ ક્ષેત્રમાં કામ અને પ્રચાર કરવાની સ્ટ્રેટેજી સફળ પાર્ટીનો પાયો છે.

પ્રોજેકટમાંનું રોકાણ, વૃદ્ધિદર, કામદારોની સંખ્યા વગેરે દર્શાવવા કરતાં પ્રોજેકટ પૂરો થતાં એના ફાયદાઓ સામાન્ય પ્રજા અને રોકાણકારોને કઈ રીતે થશે એ વિશેષ સમજાવીને એક સારા પ્રોજેકટને જાહેર જનતાના ફંડ દ્વારા સફળ અને સરળ બનાવી શકાય છે. સારી પ્રોડકટ; સારી સર્વિસ અને સારું નોલેજ કે સારી ટેલેન્ટ આ બધું જ સારી રીતે કૉમ્યુનિકેટ કરવું જોઈએ – આધુનિક માર્કેટિંગ ટેકનિક્સ અને ટુલ્સનો ઉપયોગ કરીને યોગ્ય માર્કેટિંગ જ ‘સારા’ને સફળ ખ્યાતિ પ્રાપ્ત’ બનાવે છે. ઉત્તમ બ્રાન્ડ પોપ્યુલર છે કે એક પોપ્યુલર બ્રાન્ડ ઉત્તમ બની શકે.

વર્ષોથી સ્થાઈ થયેલી ભારતીય કંપનીઓને આજે મલ્ટિનેશનલ કંપનીઓએ સચોટ માર્કેટિંગના નોલેજથી મુશ્કેલીમાં મૂકી દીધી છે. દેખાય તે જ વેચાય, કહેવાય તે જ સંભળાય, જોયેલું અને સાંભળેલું જ ચર્ચાય અને જે ધ્યાનમાં રહે તે જ વધુ વેચાય. આધુનિક સમયમાં માર્કેટિંગ કસ્ટમર કૉમ્યુનિકેશન માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

માર્કેટિંગ એડવર્ટાઈઝિંગ નથી. માર્કેટિંગ સેલ્સ (વેચાણ) પણ નથી. માર્કેટિંગનો મુખ્ય ઉદ્દેશ બીજાને તમારી પ્રોડક્ટ કે સર્વિસીઝના ફાયદાઓ જણાવવાનો છે. કસ્ટમર પર એના સ્વીકારવાનો આધાર છે. પ્રોડકટ કે સર્વિસના બેનિફીટ વિશે કસ્ટમરને કઈ રીતે જણાવવાનું, કઈ રીતે ક્યા પ્રકારના સંદેશાઓ (બિઝનેસ કમ્યુનિકેશન) વહેતા કરવા એ માર્કેટિંગ સ્ટ્રેટેજી પર આધારિત છે. આજના બદલાતા બિઝનેસના પ્રવાહમાં ૩ “સી” કસ્ટમર, કૉમ્પિટીશન અને ચેન્જ બહુ જ મહત્ત્વના છે. માર્કેટિંગની અવગણના કરવી એ આજે મોટું જોખમ છે.

પબ્લિક રિલેશન (પી.આર.) પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન છે અને માર્કેટિંગને એનાથી ઘણો ફાયદો થાય છે. માર્કેટિંગ એક ખર્ચ નથી, પણ એક ઈન્વેસ્ટમેન્ટ છે તમારી પ્રોડકટ, તમારા પ્રોફેશન કે તમારા સામાજિક કે આર્થિક પ્રોગ્રામ કે પ્રોજેકટને તમે ધારેલા કસ્ટમર્સ, કલાયન્ટસ, ઈન્વેસ્ટર્સ કે વૉટર્સ સુધી પહોંચાડવા માટે તમારી સફળતા આ બધા આપે છે નહિ કે માત્ર ગુણવત્તા, આવડત વગેરે. આ છે, આધુનિક સમયમાં આવો છે માર્કેટિંગનો મહિમા.

Leave a Comment