રિટેલ માર્કેટિંગ – સમજદારી અને જવાબદારી

આધુનિક સમયમાં ‘બિઝનેશ ઈઝ માર્કેટિંગ’ પ્રોડક્ટસ, સર્વિસીસ, પ્રોફેશન પ્રોજેક્ટ કે પછી મૅન્યુફૅક્ચરર, રિટેલર, ટ્રેડર કે પ્રોફેશનલને માર્કેટિંગનો મેનિયા લાગી ગયો છે.

નાની સ્ટેશનરીની દુકાન, અનાજ અને ઘરગથ્થુ વસ્તુની દુકાન, સાડીનો શોરૂમ કે બુટિક, ગિફ્ટ, નોવેલ્ટીઝ, લેધર શોપ કે પછી મધ્યમ કક્ષાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર – આજના બદલાતા સમયમાં રિટેલ માર્કેટિંગમાં આવેલા ફેરફાર નાના વેપારીથી માંડીને ગઈકાલના સફળ બિઝનેસમૅનને પણ વિચારતા કરી દે છે. વર્ષોથી કોઈ એક એરિયામાં કે પછી કોઈ એક પ્રકારના સ્પેશિયાલિટી બિઝનેસમાં સરવાઈવલ માટે સાચા-ખોટા અવનવા નુસ્નાઓ અજમાવે છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા મોલનો હાઉ છે અને કદાચ બિઝનેસની નિષ્ફળતા માટે વધતી જતી મોલની સંખ્યાને જવાબદાર ગણી રહ્યા છે.

એ હકીકત છે કે આજકાલ મોલનો ક્રેઝ વધી ગયો છે, છતાં એ પણ હકીકત છે કે જો સમજદારીથી રિટેલ બિઝનેસનું માર્કેટિંગ કરવામાં આવે તો જાણીતા અને નવા કસ્ટમરને પોતાના બનાવી શકાય. એક કસ્ટમર તરીકે તમે મોલની લટાર મારી આવ્યા જ હશો – ફૅમિલી જોડે કે મિત્રો જોડે શૉપિંગ કે ખરીદી કરી? એક કન્ઝયુમર તરીકે ગયા કે એક કસ્ટમર તરીકે? શું જોયું? શું અનુભવ્યું? ઍરકન્ડિશન, કમ્ફર્ટેબલ વાતાવરણ, આંખે વળગે એવું વિન્ડો ડિસપ્લે, મોડર્ન ફર્નિચર, સુંદર પ્રોડકટસ ડિસપ્લે, લલચાવનારી જહેરાતો અને આફરો, કેશ અને ક્રેડિટની સુવિધા, ન ગમે તો પાછું લેવાની જાતી, જુજ સેલ્સમૅન અને સેલ્સગર્લ્સ, પૂછો તો જવાબ આપે, બહુ જાણે નહીં, પણ સદાય સ્મિત લહેરાવે, યુનિફમમાં સજ્જ, કૉપ્યુટરાઈઝડ બિલિંગ સિસ્ટમ, કલરફુલ શૉપિંગ બૅગ્સ અને તમારા વિશે વધુ માહિતી માગતું એકાદ ફૉર્મ. શું સમજ્યા એક કસ્ટમર તરીકે અને શું પરિવર્તનો લાવ્યાં એક બિઝનેસમેન તરીકે? ઉપર કહ્યા એ મોલનાં આકર્ષણ હોય તો તમે પણ એમ જ કરો.

રિટેલ માર્કેટિંગમાં સફળતા માટે કઈ સમજદારી હોવી જોઈએ અને બદલાતા કસ્ટમરને આકર્ષવા માટે કેટલી જવાબદારીઓ છે એનું ગણિત માંડો. પહેલાં તો એ સમજો ગઈકાલ સુધી વર્ષોથી જેમ ધંધો કરતા આવ્યા છો એમ કરતા રહેશો તો કદાચ આવતીકાલે સરવાઈવલનો પ્રશ્ન મૂંઝવશે. બિઝનેસ કરવાની રીતભાત, વાતચીત કરવાની છટા, ભાવ પર નિયંત્રણ, આજે રોકડા અને કાલે ઉધાર’, પહેલાં ઍડવાન્સ પછી ઑર્ડર, પહેલાં પેમેન્ટ પછી ડિલિવરી. ભૂલી જાવ આ બધું કારણ કે બધું બદલાઈ ગયું છે.

કસ્ટમર અને કૉમ્પિટિશન સ્કૂલના જૂના અભ્યાસક્રમની માફક આઉટડેટેડ થઈ ગયું છે. જેને તમે પોતાના કહી શકો એવા ક્યાં તો કસ્ટમર ઉંમરમાં મોટા થઈ ગયા છે, કશેક બીજે રહેવા ચાલી ગયા છે. નવી વહુ અને કમાતી દીકરી પરચેઝ કરવા નીકળી પડે છે. તમે એમને ઓળખતા નથી અને તેઓ તમને જાણતા નથી. શૉપર્સથી લઈને શૉપિંગ સ્ટાઈલ બધું જ બદલાઈ ગયું છે. ઈકૉમર્સ, ઈ-ટેલ, મલ્ટીલેવલ માર્કેટિંગ, કેટલોગ સેલ્સ, ટેલિશૉપિંગ, મોલ, સુપર માર્કેટ અને હાય પર માર્કેટ – કસ્ટમરને આધુનિક ટુલ્સ, ટેક્નૉલૉજી અને ટેકનિક્સથી (મોડર્ન-ડે-માર્કેટિંગના ૩ “ટી’) વહેંચી લે છે

. તમે, તમારાં પત્ની, ફૅમિલી મેમ્બર્સ, કઈ બ્રાન્ડ સાબુ, ટુથપેસ્ટ, ડિટરજન્ટ, રેડિમેડ ગારમેન્ટસ, શેવિંગ ક્રીમ, પરફયુમ કે પછી કોઈ એક સ્ટોરને જ ‘લૉયલ’ છો? આજના કસ્ટમરને ઉત્તમ ક્વૉલિટી, વાજબી ભાવ, ફ્રી હોમ ડિલિવરી, વર્ષો સુધી ગૅરન્ટી, ન ગમે તો એચેન્જ ઑફર, કેડિટ, વેરાયટીઝ… અરે! આટલું બધું જોઈએ છે. આજે કસ્ટમર રાજા છે, સમ્રાટ છે. વીઆઈપી છે, માગે તે, માગે ત્યારે, માગે તેમ, માગે ત્યાં તમે આપી શકશો? બિઝનેસમાં ફેરફાર કરવાની જરૂર નથી, જરૂર છે બિઝનેસ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની. મોડર્ન-ડે-માર્કેટિંગની સ્ટ્રેટજી કસ્ટમર પ્રત્યે જોવાનો એક નવો જ અભિગમ છે આવો, રિટેલ માર્કેટિંગના બિઝનેસને સફળ બનાવીએ.

Leave a Comment