રિટેલ માર્કેટિંગ વ્યુહરચના : સફળતાની ચાવી

વાચકો, રિટેલ માર્કેટિંગમાં સફળતા કોને કહેવાય એ પરત્વે દરેક બિઝનેસમૅન/વેપારી અલગ પોતાની ફોર્મ્યુલા ધરાવે છે. સફળતાનું ગણિત ગમે તે હોય પણ સફળતાનો પ્રશ્ન દરેકને મૂંઝવે છે. આજે જેને સફળ કહી શકાય એવા બિઝનેસમેન/વેપારીએ સફળ બનવા માટે જરૂરથી એમની બિઝનેસ કરવાની પદ્ધતિમાં બદલાતા સમય પ્રમાણે અને આધુનિક સંજોગો મુજબ ફેરફાર કર્યો છે.

આધુનિક કસ્ટમરને સમજવાની કુનેહ એમનામાં છે. કોમ્પિટિશનને દીવાદાંડીની માફક ધ્યાનમાં રાખીને સફળતા મેળવવા માટે એમણે પ્રયાસ ચાલુ રાખ્યો છે. એક ગ્રાહક તરીકે શું ગમે? શું ફાવે? શું કરે? – ગ્રાહક તરફ જોવાનો અભિગમ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. મોડર્ન-ડેમાર્કેટિંગની અવનવી પદ્ધતિઓ વિશે જાણી, અનુભવીની સલાહ લઈને, પોતાના વર્ષોના અનુભવને કળા અને વિજ્ઞાનના સંયોગથી, સમજણપૂર્વક બિઝનેસને સફળતામાં ફેરવી નાખ્યો છે – સફલતાનો સ્વાદ ચાખ્યો છે. માર્કેટિંગ સ્ટ્રેટેજી સફળ બનવા માટે કેટલી ઉપયોગી થઈ શકે અને એડવટૉઈઝિંગના ખર્ચમાં બચત કરી શકાય, એ વિષય પર કલાયન્ટ્સ સાથેના વર્ષોના અનુભવો વાચકોને સફળતાની ચાવી શોધવામાં માર્ગદર્શન આપશે.

સાઉથ મુંબઈમાં આવેલો વર્ષોથી જાણીતો પ્રતિષ્ઠિત ગોલ્ડ જ્વેલરીનો શોરૂમ રિટેલ આઉટલેટ, રિલેશનશીપ માર્કેટિંગની સ્ટ્રેટેજીથી પોતાના કસ્ટમર અને સિલેક્ટડ કસ્ટમર જોડે વન-ટુ-વન કોમ્યુનિકેશન કરીને એમને વારંવાર, વારેતહેવારે પોતાને ત્યાં આવતા કરી દીધાં છે. ફોર્ટ-ફાઉન્ટન જેવા બિઝનેસ એરિયામાં ગ્રાહકની શી ખોટ હોય? પણ, વર્ષોથી ડ્રાયફૂટની શોપ ધરાવતા વેપારીએ ‘નેબરહૂડ’ માર્કેટિંગની સ્ટ્રેટેજીથી દર વર્ષે દશેરા અને અને દિવાળીમાં પોતાનો બિઝનેસ અનેક ગણો વધારી દીધો. “પુલ માર્કેટિંગ અને પુશ માર્કેટિંગ મોડર્ન-ડે-માર્કેટિંગની સ્ટ્રેટેજી છે. કસ્ટમર તમારે ત્યાં આવે

‘પુલ’ કરવા માટે માત્ર એડવર્ટાઈઝિંગ ન ચાલે કસ્ટમર શું બધા જ સ્ટોર્સમાં જશે, જે એડવર્ટાઈઝિંગમાં ધૂમ ખર્ચો કરે છે? કસ્ટમરને લાગવું જોઈએ કે તમારી રિટેલ આઉટલેટમાંથી – સ્ટોર, શોપ, સુપર માર્કેટ કે નાની દુકાન, ખાસ કરીને કોઈ લેટર, કોઈ ફોન, ફેક્સ કે ઈમેઈલ દ્વારા એમને યાદ કર્યા છે અને નવો સ્ટૉક, વાર્ષિક સેલ, લૉયલ્ટી બેનિફિટ માટે આમંત્ર્યા છે. પર્સનલ ટચ બહુ જ મહત્ત્વનો છે.

ડાયરેક્ટ માર્કેટિંગ, વન-ટુવન માર્કેટિંગ, કસ્ટમરને બનાવવા અને સાચવવા એક જાદુઈ કળા છે. કોમ્પ્યુટરથી તૈયાર કરાયેલા ડેટાબેઝ અને મેપિંગ કરાયેલા ડેટાબેઝ અને મેપિંગ પદ્ધતિથી કસ્ટમર વિશે ઈન્ફોર્મેશનથી બનતું માર્કેટિંગ એક વિજ્ઞાન પણ છે. મોડર્ન-ડે-માર્કેટિંગ કસ્ટમરને ઓળખવા, શોધવા, સમજવા અને સમજાવવા નામ, વિજ્ઞાન, ગણિત અને કોમ્યુનિકેશનનો સમન્વય છે. કોમ્યુનિકેશનની સ્ટ્રેટેજી, પોઝિશનિંગ અને સેગમેન્શન થિયરીઓ તમારા રિટેલના બિઝનેસને સફળ બનાવવા ઉપયોગી થઈ પડે છે. સાઉથ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલી લેધરની જાણીતી દુકાન પોતાની કસ્ટમર કોણ છે એનો બારીકાઈથી અભ્યાસ કરીને લેધરની જનરલ આઈટમ્સમાંથી ફક્ત લેડીસ માટેની લેધરની આઈટમોનો સ્ટોર્સ તરીકે ખ્યાતિ પામ્યો છે.

સાઉથ મુંબઈના ભરચક એરિયામાં આવેલી કદાચ પચાસ કરતાં પણ વધુ વર્ષોથી જાણીતી મીઠાઈની દુકાન હવે કસ્ટમરની જરૂરિયાતને સમજીને કસ્ટમર પાસે પહોંચી ગયા છે. પશ્ચિમના પરામાં કે સેન્ટ્રલ સબર્બમાં, ગુજરાતમાં પણ અને ભારતની બહાર પણ રિટેલ આઉટલેટ ખોલી છે. પહોંચી જાવ – ‘ગો ઍર યોર કસ્ટમર ગો’ એ આધુનિક સમયમાં સફળતા માટે ઉપયોગી પગલું છે. વર્ષોના જાણીતા કસ્ટમર સાઉથ મુંબઈમાંથી સ્થળાંતર કરીને મલાડ, કાંદિવલી, બોરીવલી કે મુલુંડ, ઘાટકોપર ગયા છે, તો એમને ભૂલી કેમ શકાય? કસ્ટમર માટે રાહ જોવા કરતાં તેઓ જ પહોંચી ગયા છે.

કસ્ટમરને ઘરઆંગણે, જૂના કસ્ટમર, પણ એમના નવા-નવા પરિચયને પાડોશીઓ, મિત્રો અને સગાંઓ પણ મળ્યાં. સોનું, સાડી, સ્વીટ, સલવારના રિટેલ આઉટલેટ્સ એક કરતાં વધારે અલગ-અલગ એરિયામાં ખૂલ્યા છે. વર્ષોની બ્રાન્ડ, કસ્ટમર લૉયલ્ટી, ફોકસ માર્કેટિંગ એમની સફળતામાં મુખ્ય ભાગ ભજવે છે. કસ્ટમરની રાહ જોતા રિટેલ આઉટલેટ્સ કસ્ટમર વગર નાદુરસ્ત થઈ ગયા છે. ગઈકાલ સુધી વર્ષોથી જેમ ધંધો કરતા આવ્યા છો એમ જ કરતા રહેશો અને પોતાની ગઈકાલની સફળતા વાગોળ્યા કરશો તો આવતીકાલે ટકી રહેવાનો પ્રશ્ન મૂંઝવશે, બિઝનેસ કરવાની રીતભાત, કસ્ટમર જોડે વાતચીત કરવાની છટા અને કળા, પેમેન્ટ ટર્મ્સ અને ડિલિવરી બધું જ બદલવું રહ્યું.

સફળતાના પહેલાંના નિયમો, જૂના અભ્યાસક્રમની માફક આઉટડેટેડ થઈ ગયા છે. આજે ક્વેલર્સ ઊંચી કિંમતના વૉચીસ રાખે છે અને વૉચ બનાવતી જાણીતી કંપની ડિઝાઈન જવેલરી રાખે છે. મીઠાઈની દુકાનો ફરસાણ રાખે છે અને ફરસાણવાળા સ્વીટ્સ રાખતા થઈ ગયા છે. લેડીઝ બુટિકસ માત્ર ડ્રેસ નહિ, પણ ફેશન એસેસરીઝ રાખે છે. શુઝના રિટેલ આઉટલેટ્સ સ્પોર્ટ્સના ટી-શર્ટસ અને ઈક્વિપમેન્ટ રાખે છે. ફર્નિશિંગની રિટેલ આઉટલેટ ડ્રૉઇંગરૂમ અને બેડરૂમ માટે પરદા અને ટેપેસ્ટ્રી સાથે બાથરૂમ એસેસરીઝ પણ રાખે છે,

સાઉથ ઈન્ડિયન ફૂડ માટે જાણીતી રેસ્ટોરન્ટ પીઝા અને બરગર પણ આપે છે. પોતાને ત્યાં આવેલા કસ્ટમરની ખરીદશક્તિ પર આજનો બિઝનેસમેન | વેપારી “ફોકસ કરે છે. પોતાના બિઝનેસને લગતું અને આજુબાજુનું પણ પોતાના કસ્ટમરને જોઈતું બધું જ મળી શકે એની તકેદારી રાખે છે. માર્કેટ વિસ્તરણ અને ગ્રાહકની ખરીદશક્તિ હિસ્સો વધારવો એ સફળતા માટે જરૂરી છે. કસ્ટમર સર્વિસ એક જાદુઈ કળા છે.

કસ્ટમરને સારું વળતર આપો, નવું આપો, બને તો ડિસ્કાઉન્ટ આપો, ક્રેડિટ આપો, ફ્રી ડિલિવરી કરો, ન ગમે તો પાછું લેવાની ખાતરી આપો, મહેમાનની જેમ સ્વાગત કરો અને કસ્ટમરને રાજા, સમ્રાટ, વી.આઈ.પી. જે માનવું હોય તે માનો, પણ અવગણશો નહિ. કસ્ટમર નહિ હોય તો વેચશો કોને? કસ્ટમર લૉયલ નથી, તમારે કસ્ટમરને લૉયલ બનાવવો છે. મોડર્ન-ડે-માર્કેટિંગની ટેકનૉલૉજી, ટેકનિક્સ અને ટૂલ્સનો ઉપયોગ કરી તમારી બિઝનેસ સ્ટ્રેટેજી બદલશો તો એડવર્ટાઈઝિંગના ખર્ચમાં જરૂર બચત થશે. કસ્ટમર વધશે અને સ્વાભાવિક છે. પ્રૉફિટ પણ વધશે! સફળતાનો સ્વાદ જરૂરથી માણી શકશો, બેસ્ટ ઑફ લક!

Leave a Comment