માર્કેટિંગ માટે ટેકનૉલૉજી અને ટુલ્સ

આપણે દરરોજની જિંદગીમાં ટેકનોલૉજીનો પ્રભાવ અનુભવ્યો છે. તમારા કૉપ્યુટરમાં ટી.વી. જોઈ શકો. ટી.વી.નો કૉપ્યુટરની સ્ક્રીન તરીકે ઉપયોગ કરી શકો. તમારા મોબાઈલ ફોનથી ઈન્ટરનેટ કનેકટ કરી શકો, વીડિયો મોબાઈલમાં જોઈ શકો. તમારો ફોન વાયરલેસ બની ગયો છે. આજે ટેકનૉલૉજીનો ઉપયોગ અને ઉપભોગ કૉમ્યુનિકેશન, એજયુકેશન અને એન્ટરટેઈનમેન્ટ માટે વધી રહ્યો છે.

આધુનિક માર્કેટિંગ કસ્ટમર ફોક્સ છે. એ જરૂરી છે કે પહેલાં તમે નક્કી કરો તમારા કસ્ટમર કોણ છે? શું ખરીદે છે? ક્યારે ખરીદે છે? કઈ રીતે ખરીદે છે? વારંવાર ખરીદે છે? હવે શું ખરીદશે? કઈ ઑફર એમને આકર્ષશે? એના જેવા બીજા કોણ છે? કઈ રીતે એમના સુધી પહોંચવું? મોડર્ન – ડે – માર્કેટિંગ્સમાં કસ્ટમર ડેટાબેઝનું બહુ જ મહત્ત્વ છે. ડેટાબેઝ બનાવવો બહુ જ અઘરો છે. પૉઈન્ટ – ઑફ પરચેઝ (રિટેલ આઉટલેટ – બિઝનેસ – ટુ – કન્ઝયુમર) માર્કેટિંગ અને ઑર્ડર પ્રોસેસિંગ (બિઝનેસ – ટુ બિઝનેસ માર્કેટિંગ)થી કસ્ટમર ડેટા મેળવવાની શરૂઆત થાય છે. માહિતીસભર ડેટાબેઝનું પૃથક્કરણ (એનાલિસિસ) કસ્ટમર વિશે પ્રોફાઈલ તૈયાર કરી આપે છે. ડેટાબેઝ ટેકનૉલોજીની કલાસિફિકેશન, સિકવેન્શિયલ અને અસોસિયેટ પેટર્ન કસ્ટમર બિહેવિયરની આગાહી કરે છે.

ડેટાબેઝ મેળવવો/બનાવવો એટલું જ મહત્ત્વ ડેટાબેઝ મેઈન્ટેનન્સ અને અપગ્રેડનું છે. કસ્ટમર જોડે સતત સંપર્કમાં રહો. મોડર્ન – માર્કેટિંગ માટે ટેક્નૉલૉજી અને ટુલ્સ ડે – માર્કેટિંગ ટુલ્સનો ઉપયોગ કરીને અને બદલાતી જરૂરિયાતને ઓળખો. કોમ્યુનિકેશનના ક્ષેત્રે સાધેલી પ્રગતિએ ટેલિફોનનું રૂપ બદલી નાખ્યું છે. આજ સુધી વર્ષોથી બધાની પાસે આ ટુલ્સ હતું. (કાળા કલરનો ટેલિફોનનો ડબો.) આજે આ ટુલ્સ અવનવા ફિચર્સ સાથે ઉપલબ્ધ છે. ટેલિમાર્કેટિંગથી લઈને, કોલ સેન્ટરનો વિકાસ ટેલિફોન, ટેલિકોમ્યુનિકેશન અને કોમ્યુટર જેવા ટુલ્સ અને મોડર્ન – ડે – માર્કેટિંગની સ્ટ્રેટેજીના સુયોગથી થયો છે.

જાહેરાત હોય – ન્યૂઝ પેપરમાં, મેગેઝિનમાં, હોર્ડિંગ્સ (પ્રિન્ટમિડિયા) કે પછી ટેલિવિઝન (ઈલેક્ટ્રોનિક મિડિયા) ટેલિફોન નંબર તરત જ ધ્યાનમાં આવે એમ દર્શાવો અને તમે જોશો તો કસ્ટમર ફોન ઉપાડીને તમારા બિઝનેસમાં રસ લેતો થઈ જશે. ટેલિમાર્કેટિંગનો ઉપયોગ એક ડઝન કરતાં પણ વધારે રીતે કરી શકાય. સેલ્સલિન્સ, કસ્ટમર સર્વિસ, માર્કેટ રિસર્ચ, ઈવેન્ટ અને ઈન્વેિશન માર્કેટિંગ, કસ્ટમર સુધી પહોંચવા અને સતત સંપર્કમાં રહેવા ફોન કરતાં સસ્તું, સરળ અને ત્વરિત સાધન બીજું કંઈ નહિ. મોબાઈલ પર ટેલિમાર્કેટિંગ એ માર્કેટિંગ ટેકનૉલૉજીનો ઉપભોગ છે. એસ.એમ.એસ.ની પદ્ધતિથી આજકાલ વન-ટુ-વન માર્કેટિંગ એક નવા સ્વરૂપમાં આકાર લઈ રહ્યું છે. ફેક્સ ટેકનૉલૉજી ઝડપી અને તરત જ ધ્યાન દોરે એવી છે.

ફેક્સ બ્રોડકાસ્ટિંગની સિસ્ટમથી હજારો કસ્ટમરોને થોડા જ સમયમાં ડાયરેકટ કોમ્યુનિકેશન કરી શકાય છે – ટાઈમ – બાઉન્ડ સ્પેશિયલ ઑફર, નવું પ્રાઈસ લિસ્ટ, સેમિનાર / કૉન્ફરન્સના સબસ્કિશન વગેરે ઈમેલના ઉપયોગ પછી ફેક્સનો પ્રભાવ ઓસરી ગયો છે. પણ યોગ્ય સમયે ઈન્ટિગ્રેટેડ માર્કેટિંગની સ્ટ્રેટેજીથી ફેક્સ મહત્ત્વનું સાધન બની શકે.

વન-ટુ-વન માર્કેટિંગ માટે ઈન્સ્ટન્ટ, ઈન્ટરએકિટવ ટુલ એટલે ઈમેલ. આજના ઈન્ફોર્મેશનના યુગમાં લગભગ દરેક પાસે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ ઉપલબ્ધ છે. ઈમેલથી માર્કેટિંગ કરવું બહુ જ સસ્તુ અને સરળ છે એટલે કાયમ સફળ નથી, બધા એનો ઉપયોગ કરે – નાની કંપનીથી કૉપોરેટ સુધી એટલે કસ્ટમરને નવાઈ ન પમાડે. રિસપોન્ડ કરે તો કામનું, બાકી? વૉઈસમેલ કસ્ટમર સર્વિસ માટે ઉપયોગી ટુલ છે, પણ એનો ઉપયોગ મર્યાદિત છે. પેજર ટેકનૉલૉજી વચ્ચે થોડો સમય માટે ઉપયોગી હતી.

ઈન્ટરનેટની સફળતા વિશે વધારે કહેવાની જરૂર નથી. ઈન્ટરનેટ ડાયરેક્ટ માર્કેટિંગ માટે મહત્ત્વનું ટુલ છે, જેના આધાર પર ગ્લોબલ, લોકલ અને ગ્લોબલ બ્રાન્ડસ બનાવી શકાય છે. લોકલ કંપની માટે ગ્લોબલ બનવાનો આનાથી સારો કોઈ માર્ગ નથી. ઈ-કૉમર્સથી બિઝનેસ કરી શકાય છે. સાયબર સ્પેસ માર્કેટ પ્લેસ છે. ઈન્ટરનેટ એટલે એટવર્ટાઈઝિંગ – ઓન – ડિમાન્ડ! ટેક્નૉલૉજી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી સમન્વયથી બ્રાઉઝર/કસ્ટમરને તમારી વેબસાઈડ પર પુલ કરો, કસ્ટમરને જોઈએ એવી બધી ઈન્ફોર્મેશન ઉપલબ્ધ કરો. ઈ-કૉમર્સથી બિઝનેસ કરો. વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા ડેટાબેઝનો ઉપયોગ કરીને ડાયરેકટ મેલ દ્વારા તમારા પ્રોડક્ટ્સ/સર્વિસ,કંપની વિશેબેનિફિટ વિશે પોસ્ટ | કુરિયર દ્વારા કોમ્યુનિકેશન કરો. રિસપોન્સ કાર્ડ કે રિસપોન્સલાઈનથી વધુ માહિતી મેળવો.

કસ્ટમર ડેટાબેઝ અપડેટ કરો. જો તમે બરાબર જાણતા હો કે તમારા કસ્ટમર કોણ છે તો ડાયરેકટમેલથી વધારે પાવરફૂલ બીજું કોઈ માર્કેટિંગ ટુલ નથી. મલ્ટિમિડિયાની ટેકનિકથી ઑડિયો કે વીડિયો સીડી દ્વારા કસ્ટમરને તમારી કંપની પ્રોડક્ટસ | બ્રાન્ડ સર્વિસીસ વિશે ડાયરેકટ એજ્યુકેશન કરો. ‘બારકોડ’ની ટેકનોલોજીથી ટ્રેડ ફેરમાં તમારા સ્ટોલ પર આવતા દરેક વિઝિટર્સ વિશે ઘણું જાણી શકાય છે. ઈન્ટરએકિટવ ટેલિવિઝન અને એફ. એમ. રેડિયો કસ્ટમર જોડે “કોલઇન’ સ્ટ્રેટેજીથી ડાયરેક્ટ કોમ્યુનિકેશન કરાવે છે. એડવાન્સ ટેકનૉલૉજીથી મોડર્ન – ડે – માર્કેટિંગના ટુલ્સ પણ એડવાન્સ બને છે. ‘ગો – ડાયરેકટ – ટુ – યોર – કસ્ટમર ’ ટેક્નૉલૉજી, ટુલ્સ અને ટેનિસનો ઉપયોગ કરો.

Leave a Comment