માર્કેટિંગનો મહિમા

આધુનિક સમયમાં માર્કેટિંગની જરૂરિયાત માત્ર પ્રોડક્ટ પૂરતી જ મર્યાદિત નથી. સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ, પ્રોફેશનલ અને આર્ટિસ્ટ (કલાકાર) પણ મોડર્ન – ડે – માર્કેટિંગની આ કળાનો ઉપયોગ કરે છે. વર્ષોથી ચાલી આવતી આપણી સમજ કે ગેરસમજ, ફેકટરી, મશીનરી, પ્રોડેકટનું ઉત્પાદન, ગુણવત્તા અને યોગ્ય ભાવ માત્ર આજે બિઝનેસને સફળ બનાવતો નથી. પ્રોકટ ગમે તેટલી સારી હોય, પણ કસ્ટમરને એના શું બેનિફિસ છે તે ના સમજાવો તો પ્રોડકટ ધારેલી રીતે વેચાતી નથી.

ઘણીવાર બહુ જ સારી પ્રોડકટ પણ માર્કેટિંગની સ્કીમ કે ઓફર વગર કસ્ટમરના મનમાં બેસતી નથી. તમારી ફેકટરીથી કસ્ટમરના ઘરમાં કે ઑફિસમાં પ્રોડકટનું સ્થળાંતર માર્કેટિંગ જ કરાવે છે. નહીં તો, ગમે તેટલી ઉમદા પ્રોડકટ વેરહાઉસમાં ‘હવા ખાય છે.’ મોડર્ન – ડે – માર્કેટિંગની સ્ટ્રેટેજી માર્કેટિંગના ચાર ‘પી’ – પ્રોડકટ, પ્રાઈસ, પ્લેસ, પ્રમોશન ઉપરાંત પ્લાનિંગ, પ્રોફેશનલ અભિગમ, પોઝિશનિંગ પર પણ આધાર રાખે છે.

પ્રમોશન એટલે ડિસ્ટ્રિબ્યુશન નહીં. ફેકટરીમાંથી ડીલર કે ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં માલ પહોંચતો કરવાથી સફળ માર્કેટિંગ થતું નથી. માર્કેટિંગની સફળતા કસ્ટમર “માગે” એમાં છે. જો તમે મેન્યુફેક્યરચ હો તો માર્કેટિંગની અવગણના – અમારું કામ તો ફક્ત બનાવવાનું છે, એમ સમજીને કરતા નહીં. સર્વિસ માર્કેટિંગ, આધુનિક સમયમાં બહુ જ વિકાસ પામ્યું છે. ઈલેકિટ્રશિયન, પ્લમ્બિંગથી લઈને કન્સલટિંગ સુધી દરેક સર્વિસને માર્કેટિંગ કરવું જ પડે. કસ્ટમર સર્વિસ, સર્વિસ માર્કેટિંગનો બેઝ છે. એક ડૉકટરને ત્યાં પેશન્ટ વારંવાર જરૂર પડે ત્યારે માત્ર દેવા માટે જ જતો નથી, તેમાં ડૉકટરની પેશન્ટ પ્રત્યેની કસ્ટમર કેર મહત્ત્વનો ભાગ ભજવે છે. એક જ એરિયામાં આવેલા અડધો ડઝન દવાખાનાઓમાંથી માત્ર બેને ત્યાં જ ગરદી હોય એનું કારણ કસ્ટમર સર્વિસનો જાદુ છે. કસ્ટમર હંમેશાં સંતોષ માગતો રહ્યો છે.

કસ્ટમર કેરની ઉત્તમ કોશિશ કસ્ટમર સેટિસફેકશન તરફ સરી જાય છે. આજના બિઝનેસમાં જ્યારે હરીફાઈનો કોઈ અંત નથી ત્યારે પ્રોફેશનલ કે આર્ટિસ્ટે પોતાને બીજાથી ભિન્ન બતાવવા મોડર્ન – ડે – માર્કેટિંગની સેગમેન્ટેશન અને પૉઝિશનિંગ ટેકિનકસનો ઉપયોગ કરે છે. સ્પેશ્યિલાઈઝેશનને પણ માર્કેટ કરવું પડે છે અને એક ક્ષેત્રમાં વધારે નોલેજ મેળવીને એ જ ટાઈપના કસ્ટમર્સને સર્વિસ કરીને કોઈ એક ક્ષેત્રમાં પોતાની સારી ટેલેન્ટથી એક સફળ પ્રોફેશનલ બને છે. માર્કેટિંગ એડવર્ટાઈઝિંગ નથી.

માર્કેટિંગ સેલ્સ પણ નથી. તમે તમારી પ્રોડકટ્સ, સર્વિસીઝ, ટેલેન્ટ વિશે એક યા બીજા સ્વરૂપે કૉમ્યુનિકેટ કરતા રહો આખરી નિર્ણય તો કસ્ટમરીલાયન્ટનો જ હોય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ક્ષેત્રમાં પણ આજે ટેક્ષ એક્સપર્ટ, ફેરાના નિષ્ણાત, ઑડિટ, પ્રોજેકટ/મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ઈન્ટરનલ અને સ્ટેપ્યુટરી ઓડિટ એવા અનેક વિભાગમાં સ્પેશિયલાઈઝેશન અનુભવ કે કસ્ટમરોની સંખ્યાના આધારે સેગમેન્ટેશન થઈ શકે.

તે પછી સિલેકટ કરેલા ક્ષેત્રમાં (સેગમેન્ટ) પોતાની ટેલેન્ટ | સર્વિસ કે બિઝનેસને પોઝિશન કરવા ઉપલબ્ધ એવા કૉમ્યુનિકેશનના ટુલ્સ જેમ કે સેમિનાર, વર્કશોપ, સિલેકટ મૅગેઝિનમાં આર્ટિકલ્સ, લેકચર કે કોઈ ઍસોસિયેશનની કમિટીમાં મેમ્બર બની લોકોના ધ્યાનમાં આવી શકાય – દેખાય તે જ વેચાય, કસ્ટમર કે કલાયન્ટ જાણે નહીં તો માંગે કેમ? કૉમ્યુનિકેટ કરવું એ મોડર્ન – ડે – માર્કેટિંગની ટેકનિક છે. પૉઝિશનિંગ કરવાથી બ્રાન્ડિંગ થઈ શકે કારણ કે, તમે સિલેકટ કરેલા ક્ષેત્રના માત્ર ભૌગોલિક નહીં, ડેમોગ્રાફિક રીતે પણ કસ્ટમર્સ પૂરતું માર્કેટિંગ કૉમ્યુનિકેશન સીમિત રાખી શકાય છે.

લોકલ બ્રાન્ડ, લોકલ દુકાન, લોકલ ડૉક્ટર કે લોકલ એકટર પોતાના સેગમેન્ટેશનમાં પૉઝિશનિંગ કરતાં પોતાની બ્રાન્ડ બનાવી જ લે છે. બ્રાન્ડ બની એટલે સંતોષી કસ્ટમર વર્ડ – ઓફ માઉથથી તમારા પ્રોડકટ કે પ્રોફેશનો પ્રચાર કરે છે – કૉમ્યુનિકેટ કરે છે – મોડર્ન – ડે – માર્કેટિંગમાં રેફરન્સ સેલ કહેવાય. માર્કેટિંગ ન માનતા અપ્રત્યક્ષ રીતે માર્કેટિંગનો લાભ મેળવે છે.

બિઝનેસના વિકાસમાં અને આજે જ્યારે સર્વિસ ઈન્ડસ્ટ્રી ઈકોનોમિની દષ્ટિએ પ્રોડકટ કરતાં પણ આગળ વધી રહી છે ત્યારે દરેક વ્યક્તિ પર્સન, પ્રોફેશનલ કે આર્ટિસ્ટ પોતાના વિકાસ માટે, આર્થિક ચપળતા માટે અને ક્યારેક અસ્તિત્વ ટકાવવા માટે માર્કેટિંગ પર જ આધાર રાખે છે. ફેકટરી ખોલી, માલ બનાવવાથી, સારા માલનું ઉત્પાદન કરવાથી, સવારે દુકાન ખોલવાથી, લાંબા ઑફિસ અવર્સથી, હાર્ડ વર્કથી જ માત્ર વેચાણ થતું નથી. પછી ભલે પ્રોડકટ હોય કે સર્વિસ, નીડ બેઝડ હોય કે વૉન્ટ બેઝડ, માર્કેટિંગનો આશરો લીધા વિના આજે છૂટકો જ નથી.

મારે માર્કેટિંગની શી જરૂર છે?’ એમ વિચારવા કરતાં માર્કેટિંગથી સફળતા કેમ મેળવી શકાય એમ વિચારવા માંડો.

Leave a Comment