મોલનું મૅજિક

મુંબઈ શહેરમાં ઘરની નીચે, ગલીમાં, સામેના રોડ પર કે એક છલાંગ લગાવીને પહોંચી જવાય એટલે જ દૂર (એટલે પાસે) હેરપીનથી ફર્નિચર, કિચન અપ્લાયન્સથી માંડીને કિચનમાં વપરાતી દરેક વસ્તુ, ખાવા માટે સ્વીટ્સ કે રેડીમેડ ગાર્મેસની દુકાન, સ્ટોર, શોપ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, સુપર માર્કેટ અહીં-તહીં બધે પથરાયેલાં છે, પણ મેટ્રો મુંબઈની દરેક સડક, હાઈ-વે અને એકસપ્રેસ-વે એક જ રસ્તે દોરી જાય છે મોલ, શોપર્સ પેરેડાઈઝ અને બિઝનેસમેનનું સ્વર્ગ! પરદેશ જઈ આવેલા દરેક પ્રવાસીને મોલનું મૅજિક ખબર છે. સિંગાપોર, દુબઈ, લંડન અને અમેરિકા ન ગયા હોય તોપણ મહાનગરનો મોડર્ન કસ્ટમર મોલનો સ્વાદ માણી ચૂક્યો છે.

મુંબઈના વેસ્ટર્ન અને સેન્ટ્રલ પરાંઓમાં આધુનિક સ્ટાઈલના મોલ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે. દરેક મોલ બીજાથી કંઈક જુદો હોવાની કોશિશ કરે છે. કોક મોલ સાઈઝમાં મોટા, તો વળી કોક કલાસિક હોય છે. વીક ઍન્ડ થયું નથી કે હજારો કસ્ટમર્સ મોલમાં દોડા-દોડી કરે છે. શું લેવું છે, ખરીદવું છે – એ ખાસ નક્કી કર્યા વગર ‘વિન્ડો શોપિંગ’ માટે, એન્ટરટેઈન્મેન્ટ માટે મોલ મજાનું સ્થળ છે. ફેમિલી અને ફ્રેન્ડસ સાથે વાતાનુકુલિત વાતાવરણમાં કોલા કે કેન્ડી લઈને શોપિંગ કરવાનો એક નવો ક્રેઝ શરૂ થયો છે.

મોલ માલિકોને અને માર્કેટિંગ કરનારાઓને કસ્ટમરના ફૂટપ્રિન્ટ’ ગણવામાં બહુ રસ છે. (ડોટકોમના સમયમાં સાયબર માર્કેટિંગ કરનારને ‘આયબોલસ ‘ આવતા હતા તેવી!) અને શત-દિન કન્ટબની ટ્રાદ્ધિક વધારવા માટે અવનવી સ્ટ્રેટેજી અપનાવે છે, મોલના શખમાં કે પ્રમોશન ટેબલ પર દિવસમાં હજારોની સંખ્યામાં તમારી પ્રોડકટ સબળ દરેક પ્રકારના કસ્ટમર જુએ છે – કોઈ એક એડવર્ટાઇઝિંગનું માધ્યમ કદાથ આવો પ્રત્યક્ષ રિસપોન્સ આપી ન શકે. મોલ માર્કેટિંગનું આ પ્રથમ જનરેશન” છે – એટલે મૅજિક છે! વર્ષોથી જાણીતી સ્ટોર પોતાની બ્રાન્થ (રિટેલ આઉટલેટ) નેબરહૂડ સબર્બન મોલમાં ખોલવા બહુ જ ઉત્સુક હોય છે અને શરૂ પણ કરી દે છે, કારણ? ‘ગી વોર યોર કસ્ટમર્સ ગી’!

કસ્ટમર્સ આજકાલ મોલમાં જાય છે, એક મોલથી બીજા મોલમાં દો! છે, પશ્ચિમના પરામાં રહેતો કસ્ટમર મુલુંડ કે નવી મુંબઈમાં આવેલા મોલ્સમાં પહોંચી જાય છે. બિઝનેસમેનને ‘હેડ ડાઉન્ટ’માં વધુ રસ છે, મુંબઈની બહારથી આવતાં કસ્ટમર પણ સગાંઓ સાથે મોલમાં જઈ આવે છે, ન્યૂસ પેપરની જાહેરખબર રોડ પરનું હોર્ડિંગ્સ ગલીમાંઓમાં બાંધેલા બેનેરીમાં ખર્ચ કરવા કરતાં આજે મોલમાં માર્કેટિંગ કરવું સસ્તું અને સલાહભર્યું લાગે છે. મોટે ભાગે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પડતું નથી. રેન્ટ કે લીઝથી સ્ટોર ઉપલબ્ધ છે. ફર્નિચર અને ફેશન બદલતા રહો, કસ્ટમર આવે ત્યાં સુધી ચાલુ રાખો – યોગ્ય ન લાગે, પ્રોફિટ ન દેખાય (હજારો કસ્ટમર્સ દેખાવા છતાં) તો ગમે ત્યારે સંકેલી શકાય. બ્રાન્ડ પ્રમોશન-પ્રોડકટ કે તમારો સ્ટોર, આજે બહુ સહેલાઈથી મોલમાં થઈ શકે.

માર્કેટ રિસર્ચ પણ સાથોસાથ થાય. કોણા ખરીદવા અંદર આવે છે અને કેટલા ખરીદીને જાય છે એનું ગણિત માંડતાં ફૂટપ્રિન્ટ અને પ્રોફિટની ફોર્મ્યુલા સમજાય છે. નવી ઑફરો બનાવવી અને બનાવતા રહેવી તો જ કસ્ટમર આવે છે. બાકી તો કસ્ટમર શોપિંગ કરે છે પણ વિન્ડો શોપિંગ’. જો તમારો સ્ટોર કોઈ એક એરિયામાં બહુ જ પ્રખ્યાત હોય વેસ્ટર્ન સબર્બનમાં અને તમે કદાચ સેન્ટ્રલ સબર્બનના કોઈ મોલમાં બિઝનેસ શરૂ કરો તો વેસ્ટમાંથી સેન્ટ્રલ આવેલો કસ્ટમર તમારી પ્રોડક્ટ ખરીદી શકે છે, જે કદાચ બીજી રીતે શકય નથી હોતું.

દરેક મોલ પોતાની એક અલગ ઈમેજ ધરાવે છે કોઈ ફૂડ પ્રોડકટસ માટે, કોઈ રેડીમેડ ગાર્મેન્ટસ માટે, કોઈ એન્ટરટેઈન્ટમેન્ટ માટે તો કોઈ મિસ ઈમેજ કસ્ટમરના મનમાં ઊભી કરે છે. પાર્કિંગની સુવિધા, રેસ્ટોરાંની વેરાયટીઝ અને વીડિયો ગેમ્સથી લઈને મલ્ટીપ્લેક્સ – આધુનિક કસ્ટમરને મોલ મૅજિકથી તમારા સ્ટોર સુધી મોલમાં મેગ્નેટની માફક ખેંચી લાવે છે પછી તમારી પ્રોડકટ, પ્રાઈઝ, ઑફર, ડિસ્કાઉન્ટ, કસ્ટમર સર્વિસ, ક્રેડિટની સુવિધા, લોયલ્ટી પ્રોગ્રામ, ન ગમે તો બદલી આપવાની ખાતરી આ બધું અને આવું ઘણું બધું કસ્ટમર માગશે જ, માત્ર મોલમાં માર્કેટિંગ કરવાથી અંત આવતો નથી. હજુ તો મોલમાં માર્કેટિંગની શરૂઆત છે. મોડર્ન-ડે-માર્કેટિંગની સ્ટ્રેટેજીથી મોલને બિઝનેસ માટે સ્વર્ગ બનાવવાનું છે. મોલ માર્કેટિંગનો બીજું જનરેશન ‘ટુબી-ઓર-નોટ-ટુ-બી’નો જવાબ આપી શકશે.

Leave a Comment