માર્કેટિંગમાં ટેલિફોનના ઉપયોગની રીતો

ટેલિફોન, આજના માર્કેટિંગના બિઝનેસમાં એક નવા અવતારરૂપે પ્રગટ થયો છે. કૉમ્યુનિકેશનનું આ સાધન વર્ષોની શોધ થયા છતાં ક્યારેય કોઈને એનો ઉપયોગ વિવિધ રીતે બિઝનેસમાં વેચાણ વધારવા કે નફાશક્તિ વધારવા કરવાનું સૂછ્યું નહિ. મોડર્ન-ડે-માર્કેટિંગની દૈનિકસ, ટેલિકૉમ્યુનિકેશન, ટૅક્નૉલૉજી અને ટેલિફોન – એક ટૂલ તરીકે જે દરેકની પાસે એમના ઘર અને ઑફિસમાં છે જ, એના બિઝનેસમાં અનેક ઉપયોગો કે વધુ પડતા ઉપયોગો કે વધુ પડતા ઉપયોગો થઈ રહ્યા છે.

ટેલિમાર્કેટિંગ ફોન જોડીને સામે છેડે વાત કરવા જેટલું સરળ નથી. કોઈ જાણ્યા કે અજાણ્યાને તમારી સગવડે, ગમે ત્યારે ફોન કરી ન શકાય! યોગ્ય વ્યક્તિ જોડે, યોગ્ય સમયે પરસ્પર ડાયલોગ, વન-ટુ-વન માર્કેટિંગ દ્વારા તમારી બિઝનેસ પ્રોડકટસ અને સર્વિસીઝ વિશે મેળવેલું નોલેજ, સાથે સાથે યોગ્ય રીતે મેળવેલી ટેલિફોન પર વાતચીત કરવાની ટ્રેનિંગ, ટેલિમાર્કેટિંગને એક સંપૂર્ણ સફળતાની સ્ટ્રેટેજી બનાવે છે. ટેલિમાર્કેટિંગ કોઈ પી.સી.ઓ. બુથમાંથી ન થઈ શકે કે પછી તમારા ફોન કે મોબાઈલથી અજાણ્યાને તેમના મોબાઈલ પર ફોન કરીને ન કરી શકાય!! કોમ્પ્યુટર ડેટાબેઝ દ્વારા તૈયાર કરેલું કસ્ટમરનું લિસ્ટ કંપનીના પ્રોડક્ટસ કે સર્વિસીઝના ફાયદાઓ બહુ જ ટૂંકા સમયમાં, જાણે કે ખાસ સામે છેડેની વ્યક્તિ માટે હોય એમ નવી ઓફર કે સ્ટીમ વિશે માહિતગાર કરવામાં ટેલિમાર્કેટિંગનો કોઈ જ પર્યાય નથી.

ટેલિમાર્કેટિંગ ઈન્ટર એકિટવ માર્કેટિંગ છે.  કસ્ટમરનો રિસપોન્સ કે પ્રતિસાદ લગભગ એ જ સમયે મેળવવો ઉપયોગી થઈ પડે છે.

તમારી કંપનીને ઘણા ઓછો ખર્ચમાં કસ્ટમરની મળતી આ પ્રતિક્રિયાથી બિઝનેસ ઉપરાંત માર્કેટ રિસર્ચમાં જે ફાયદો થાય તે અલગ! તમે વિચારો કે દિવસ દરમિયાન સવારથી રાત સુધીમાં દૈનિકો, મૅગેઝિનો, બેનરો હોર્ડિગ્સ, હેન્ડબિલ કેટલી જાહેરાતો જુઓ છે! ઘરમાં અને ઑફિસમાં કેટલી મેઈલ અને પત્રો ખોલો છો! ડોર-ટુ-ડોર સેલ્સમેન સાથે ઑફિસમાં, જાહેર સ્થળોએ કે ઘરે કેટલી વ્યક્તિ જોડે દિવસ દરમિયાન વાત કરો છો – માર્કેટિંગની, બિઝનેસની, , એમના પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવાની! અને વિચારો તમને બધુ જ યાદ છે? હવે વિચારો, એક દિવસ દરમિયાન, ખાસ તમારા નામે કોઈ બૅન્કનો, કાર ફાઈનાન્સ કંપનીનો, મોબાઈલ ફોન એજન્ટનો, હોલિડેઝ માટે ટ્રાવેલ કંપનીનો કે રિસોર્ટની મેમ્બરશીપ માટે..….. કોના ફોન આવ્યા છે? તમેજ કબૂલ કરશો કે બીજી બધી જોયેલી કે વાંચેલી જાહેરાતો કરતાં ટેલિમાર્કેટિંગથી કૉમ્યુનિકેશન થયેલા પ્રોડક્ટ કે સર્વિસ વિશેના સંદેશાઓ તમને વધારે યાદ છે. ક્યાંક કંપની, તો વળી ક્યાંક પ્રોડક્ટ કે સર્વિસ કે બ્રાન્ડ કે પછી અવનવી ઓફર… કસ્ટમરના દ્વારા કસ્ટમરના મનમાં પહોંચવું એ જ ટેલિમાર્કેટિંગનો વિજય છે, સફળતા છે, ફોન દ્વારા જે સામી વ્યક્તિનો સંપર્ક થયો હોય એમને નામથી. માનાર્થે બોલાવો અને એ પહેલા નમ્રતાપૂર્વક તમારું નામ, કંપનીનું નામ અને તમારો આ ફોન કરવા પાછળનો ઉદ્દેશ જણાવો. ટેલિમાર્કેટિંગના એક ટઝનથી વધારે ફાયદાઓ છે.

કસ્ટમર વિશે માહિતી એકઠી કરવા, મેળવેલી માહિતીને અપડેટ કરવા, સેલ્સમેન માટે એપોઈન્ટમેન્ટ નક્કી કરવા, ડીલરો અને રિટેલરો સાથે સતત સંપર્કમાં રહેવા (રિલેશનશીપ માર્કેટિંગ) જરૂર પડે તો ફોનથી ઓર્ડર સ્વીકારવા (ટેલિઓર્ડર, ટેલિશૉપિંગ વગેરે) કન્ઝયુમેબલ આઈટમો માટે ફોન પર યોગ્ય સમયે રિમાઈન્ડ કરાવીને બહુ જ સરળ રીતે વેચાણ વધારવા કે પછી ક્રાઈસિસમાં જ્યારે સેલ્સમેન નોકરી છોડી ગયો હોય, માંદો હોય ત્યારે એના કસ્ટમરો જોડે ફોનથી સંપર્કમાં રહી, પ્રતિસ્પર્ધી એનો ફાયદો ઉઠાવી ન જાય એ માટે ટેલિમાર્કેટિંગ જેવી બીજી કોઈ ટૅકિનક નથી.

સિઝનલ પ્રોડકટસનું વેચાણ જાહેરાત સિવાય કે સાથે સાથે ઝડપથી વધારવા કે સ્ટોરરૂમમાં ભેગા થયેલા સ્ટોક્સનો ઝડપથી નિકાલ કરવા, મૅગેઝિનના સબશિન માટે. સેમિનારમાં ડેલિગેટ્સ માટે, રિટેલ સ્ટોરનો ટ્રાફિક વધારવા માટે ટેલિફોનનો ઉપયોગ તમારા બિઝનેસમાં કરી શકાય છે. ટેલિમાર્કેટિંગ એક વિજ્ઞાન છે, ટેલિમાર્કેટિંગ એક કળા છે, જ્યારે ફોન અને ફોનનો જ ઉપયોગ કરીને રાત-દિવસ હજારોની સંખ્યામાં ટેલિમાર્કેટિંગ થતું હોય

Leave a Comment